Now, it will be mandatory for all visitors visiting the Statue of Unity & other tourist attractions to wear masks and follow COVID Protocols of the Govt. Please note : " No entry without Masks "

ઝરવાણી ઈકો-ટુરિઝમ

ઝરવાણી પર્યાવરણ પ્રવાસનઃ- પ્રકૃતિના સાનિધ્યમાં નિરામય શાંતિની અનુભૂતિ કરવી હોય તો ઝરવાણીની મુલાકાત સર્વોત્તમ છે. ખળખળ વહેતાં ઝરણામાં લીલાછમ વૃક્ષો વચ્ચે સમગ્ર પ્રકૃતિનો આનંદ આ જ સ્થળે છે. ઝરવાણી નગરવાસીઓને નિરાંતની પળ આપે છે. રોજ બરોજના થકવી દેતાં નગરજીવન અહીં સાવ ભૂલી જવાય છે. આ પ્રકૃતિના ખોળે શારીરિક – માનસિક યાતનાને ભૂલી જઇને અદમ્ય ઉત્સાહ ભરી લેવાની તક અહીં મળે છે.

પ્રવૃત્તિ

  • ઝરવાણી પર્યાવરણ પ્રવાસન સ્થળ ખાતે પ્રવૃત્તિઓઃ
  • બર્ડ વોચીંગ પર્યટન
  • બટરફલાય ટ્રેલ
  • જીવજંતુ પર્યટન
  • વંશીય વાનગી
  • એડવેન્ચર પાર્ક
  • હર્બલ સ્પા

ઝરવાણી ધોધ

ઝરવાણી વોટરફોલઃ– સાતપુડાની ગિરિમાળા વચ્ચે આવેલું ઝરવાણી સહેલાણીઓમાં લોકપ્રિય સ્થળ છે. ગુજરાતના પ્રકૃતિ પ્રેમીઓ માટે આ લોભામણું સ્થળ છે. ચોમાસામાં તે પૂરેપૂરું મહોરી ઉઠે છે. આ વખતે ત્યાંનું ઝરણું મનમોહક હોય છે. ઝરવાણી નર્મદા જિલ્લામાં નર્મદા બંધ નજીક આવેલું ગામ છે અને પર્યાવરણ પ્રવાસન સ્થળ તરીકે જાહેર કરાયેલા શૂળપાણેશ્વર વન્યજીવન અભ્યારણ્યનો ભાગ છે.

આ સ્થળનું અનુપમ સૌંદર્ય પર્યાવરણ પ્રવાસનની ખૂટતી તક પ્રદાન કરે છે. લીલાછમ જંગલની વચ્ચે ઝરણાના આ જળ પ્રવાહમાં થાકેલા તન મનને મધ્યયુગની શાંતિમય અનુભૂતિ થાય છે. ઝરણાનું પાણી એટલું ચોખ્ખું છે કે, પાણીના તળિયે તરતી નાની માછલીઓ પણ જોઇ શકાય છે. આ સ્થળે સ્થાનિક ભોમિયા ઉપલબ્ધ છે.

એડવેન્ચર પાર્ક

એડવેન્ચર પાર્કઃ- ભવ્ય ઝરણા ઉપરાંત જંગલમાં પર્યાવરણ પ્રવાસન લક્ષી કેમ્પ સાઇટ અને સંલગ્ન ટ્રેક છે ઝરણાની નજીક એડવેન્ચર પાર્ક મુખ્ય આકર્ષણ છે. રોમાંચનો અનુભવ કરવા માગતાં લોકોએ મુલાકાત લેવા જેવું સ્થળ છે.

અહીં નીચે મુજબની પ્રવૃત્તિઓ થાય છેઃ

હાઇ રોપ સ્ટ્રકચર વીથ કન્ટીન્યુઅસ બિલે સિસ્ટમઃ– પ્રવાસીઓ માટે આ ટાવર પર ૧૩ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. જેવી કે, રોપ એક્ટિવિટી,  હાઇ રોપ એક્ટિવિટી, ફૂટ પ્રિન્ટ, હેન્ગીંગ હેજ, હોરિઝોનલ લોગ, જોનેટ્રી,બોર્ડ વોકીંગ, ઝીગઝેગ, સ્ટીરપ, રોપ વિન્ડો, હોરિઝોન્ટલ બોર્ડ વોકીંગ, ક્રોસ લોગ, રેલ રોડ.

મલ્ટી ઇવેન્ટ ટાયરઃ- ટાવરની ઊંચાઇ ૫૦ ફૂટ છે. પ્રવાસીઓ માટે આ ટાવર પરથી ચાર પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવી છે. ટુ – વે ઝીપ લાઇનીંગ, ફ્રી જમ્પ, આર્ટીફિસિયલ રેપલીંગ વોલ, આર્ટીફીસીયલ કલાઇમ્બીગ વોલ.

રિલેકસ એન્ડ રિજુવિનેટ એટ ધ હર્બલ સ્પાઃ– આ વિસ્તારની બીજી પ્રાકૃતિક આરોગ્ય અને સારવાર ખાસિયત છે હર્બલ સ્પા સેન્ટર, ખાસ સારવાર અને ઉપચાર માટે હર્બલ સ્પા સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે. કોઇપણ વ્યકિત અહીં હર્બલ સ્પા બાથ, રસાયણ ચિકિત્સા, સ્પાઇનલ બાથ અને થેરેપેટિક મસાજ લઇને સંપૂર્ણ કાયાકલ્પની અનુભૂતિ લઇ શકે. સ્પામાં કામ કરતાં કર્મચારીઓ આવી સારવાર માટે કેરળમાં તાલીમ પામેલા છે.

ઝરવાણી પસેની પગદંડીઓમાં ખાસ જીવ સૃષ્ટિ જોવા મળે છે.

પ્રાણીઓઃ કાળું ભારતીય રીંછ, ચિત્તો, ઝરખ, તપખીરિયા રંગના ટપકાવાળી બિલાડી, મોટી ઉડતી ખિસકોલી, ભારતીય ભૂરું વરૂ, નાની ભારતીય બિલાડી, લાલ નોળિયો, સફેદ પૂંછડી વાળો જંગલી ઉંદર, ચાર શિંગડાવાળું કાળિયાર, ભસતું હરણ, જંગલી ડુકકર, લાલ નાની પૂંછડીવાળો વાનર, સામાન્ય લંગૂર અને શાહુડી.

પક્ષીઓઃ ગ્રે હોર્નિબિલ, પેરેડાઇઝ ફલાયકેચર, ગ્રેટર રેકેટ ટેઇલડ, ડ્રોન્ગો, બ્લેક – હુડેડ ઓરીલ, માલાબાર વ્હીસલીંગ થ્રશ, ઓરેન્જ હીલડ થ્રશ, વેલ્વેટ ફ્રન્ટેટડ મથેચ, જેર્ડન્સ લીફ બર્ડ, ગ્રેટ રીટ થલો, છીંકણી ઘુવડ, કલગીવાળું ગરૂડ, રેઝીઅન સ્કોપ ઓલ, ટપકાંવાળું જંગલી ઘુવડ, કાળુ ગરૂડ, ચેન્જેબલ હોક ઇગલ, ક્રેસ્ટેડ સર્પન્ટ ઇગલ, ઓરિએન્ટલ ટર્ટલ ડવ, ઇન્ડીયન પિત્તા,એલેકઝાન્ડ્રીન પેરાકીટ ભૂરી જંગલી મરઘી, રેડ સ્પર કાઉલ

સાહસિક રમતગમતઃ

રીવર રાફટીંગઃ- રીવર રાફટીંગ વિશ્વમાં બેશક સૌથી રોમાંચક અને શારીરિક કસરતની સાહસિક રમતો પૈકીની એક છે. નર્મદા દેશમાં પશ્ચિમમાં વહેતી સૌથી લાંબી નદી છે અને લાખો લોકોની જીવાદોરી નર્મદા હવે સાહસિક રમતવીરો માટે રોમાંચક અનુભવ આપતી રમત – ગમતો પ્રદાન કરશે. અહીં ૫ કિ.મી. ના વિસ્તારમાં રીવર રાફટીંગમાં વમળો, ઝડપ અને રાફટીંગના ઘણા બધા આવર્તનોથી રોમાંચક અને કયારેય ભૂલાય નહીં તેવો અનુભવ લેવાની આ તક ગુજરાતમાં સૌ પ્રથમ ઊભી કરવામાં આવી છે.

ગુજરાતના આદરણીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ નર્મદા નદીના કાંઠે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર બંધ નજીક એકતા નગર ખાતે આવેલા ખલવાણીમાં ૧૭ ઓગષ્ટ, ૨૦૧૯ના રોજ રાજયનનુ સૌ પ્રથમ રીવર રાફટીંગ ખુલ્લું મુક્યું હતું.

વિશાળ પટ પૂર પૂર જોશમાં વહેતાં નર્મદાના નીરમાં આ સાહસિક રાઇડીંગ દિલઘડક રોમાંચ આપતી બેમિસાલ જળક્રીડા છે. તો આવો રાફટીંગના રોમાંચને માણો નર્મદા નહેરના ૬ જેટલા રેપિડનો અનુભવ અહીં મળે છે. એકતા નગરમાં ખલવાણી ખાતે રીવર રાફટીંગ પ્રવૃત્તિ માટે સરદાર સરોવર બંધમાંથી ૬૦૦ કયુસેક પાણી નિયમિત છોડવામાં આવે છે

ખડકો અને નર્મદાના નીરથી ઘેરાયેલી આ નિર્જન જગ્યાએ માનવ હસ્તક્ષેપને કોઇ અવકાશ નથી. પડાવ અને પદયાત્રા માટે આ જગ્યા આદર્શ છે. વન્ય જીવનના ચાહકો માટે બાજુમાં શૂળપાણેશ્વર અભયારણ્ય અમૂલ્ય ખજાનો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની વઘતી જતી લોકપ્રિયતાથી પ્રવાસન શકયતાઓ સઘન થતી જાય છે.

Close Menu