વિશ્વ વન
વિશ્વ વનઃ- વિશ્વ વન કુદરતી સૌંદર્ય જોવાનો લ્હાવો આપે છે. આરદણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું બાંધકામ માત્ર ૪૬ મહિનામાં પૂર્ણ થયું. ત્યારબાદ તેમણે વિવિધતામાં એકતાના વિષય – વસ્તુ આધારિત એકતા નગર નો સંકલિત વિકાસ કરવાનો પ્રસ્તાવ મૂકયો અને વિશ્વ વનની વિભાવના પણ બાંધી.
વિશ્વ વન જડીબુટૃી અને સ્થાનિક વૃક્ષોનું ઘર છે. ’’વિવિધતામાં એકતાના’’ મૂલ્યની ગાથા ગાતું આ વિશ્વવન સાતેય ખંડમાં પણ વૈશ્વિક સંદર્ભ ઉજાગર કરે છે. વિશ્વ વન બ્રહ્માંડની સમગ્ર જીવસૃષ્ટિના સંદર્ભે વન્ય – જીવનનું મહાત્મય સમજાવે છે. વિશ્વ વન વિશ્વના દરેક ખંડની વિવિધ વનસ્પતિ સૃષ્ટિ રજૂ કરે છે. ખાસ વિસ્તારનો કુદરતી વન-પ્રદેશ રચાય તે રીતે વનસ્પતિ વાવેતર કરવામાં આવ્યું છે.તેનો ઉદેશ મુલાકાતીઓને ભૌગોલિક જીવસૃષ્ટિ, ભૂગોળમાં સચવાયેલી પ્રજાતિઓ અને પર્યાવરણના અભ્યાસને લગતી કેળવણી આપવાનો છે અને વનસ્પતિ વૈવિધ્યની સમાનતા અને અસમાનતાને ચોકકસ વિસ્તારના પરિક્ષેત્રમાં રજૂ કરવાનો પ્રયત્ન અહીં કરવામાં આવ્યો છે.
આયોજન અને અમલઃ- સ્ટેચ્યુ ઓફ યુનિટિની પાસે રચાયેલું વિશ્વ વન ૫ એકર વિસ્તારમાં ફેલાયેલું છે. બ્લોકથી આડી-અવળી સરહદો બનાવીને ખંડનો નકશો બનાવવામાં આવ્યો છે અને દરેક ખંડને તેની ખાસ ઓલમ્પિક રીંગના રંગમાં રજૂ કરવામાં આવ્યો છે. વનસ્પતિની માહિતી સ્વયં-સ્પષ્ટ થાય તે રીતે યોગ્ય સ્થળે સાઇનબોર્ડ મુકવામાં આવ્યા છે.
રહેઠાંણઃ– વિશ્વ વન આંતરિયાળ ખૂણાના પારંપરિક નિવાસો રજૂ કરતા માળખા ઊભા કરીને મુલાકાતીઓને તેમના રહેણીકહેણીથી માહિતગાર કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.
આ સ્થળે ઊભી કરવામાં આવેલી મોટી ઇમારતો નીચે મુજબ છે.
ફીજી હાઉસ-Brue:-લાકડાં અને સૂકાં ઘાસની સળીઓથી બનેલી ઝૂંપડીને ફીજીયનમાં Bure કહેવામાં આવે છે. પરંપરાગત રીતે ફીજીયન વંશના લોકો બે પ્રકારના ઘરમાં રહે છે, Vale એ પરિવાર માટેનું મકાન છે. જયારે પુરૂષોનાં મકાન ને Bures તરીકે ઓળખાવામાં આવે છે.
બાલી હાઉસ :-પરંપરાગત બાલીહાઉસ ઓસ્ટ્રોનેશીયન સમુદાય સાથે હિન્દુ અને બૌદ્ધ ધર્મના સમન્વયમાં પ્રાચીન સ્થાપત્ય શૈલીનું પ્રતિક છે. તથા બાલીનેસ – હિન્દુ સંસ્કૃતિ સાથેની પરસ્પર સંવાદિતાનું નિરૂપણ છે.
આફ્રિકન લુસીઆના કોન્ફરન્સ એરિયાઃ- આ સ્થાપત્ય શૈલી આફ્રિકાના લુસીઆના રાજયના જુનવાણી મકાનો તથા આફ્રિકાના પરંપરાગત મકાનોનો સમન્વય છે. જેમાં બન્ને ખંડની સ્થાપત્ય શૈલીનો સુંદરતાનો સમન્વય દેખાય છે.
માલોકા હાઉસ :-બ્રાઝિલની મૂળ મારૂબો આદિજાતિના પારંપરિક નિવાસમાંથી પ્રેરણા લઈને બનાવેલું માળખું છે. માલોકા પ્રાચીન લાંબા મકાન છે. જે ખાસ કરીને કોલંબીયા અને બ્રાઝિલમાં અમેઝોનના મૂળ સમુદાયોના પૂર્વજોના મકાન છે.
પેગોડા :-પેગોડા ઐતિહાસિક દક્ષિણ એશિયામાં મૂળ સ્તૂપની પરંપરામાં બાંઘેલા ઘણાબઘા નેવાની હારમાળાઓથી બનેલો ટાવર છે. આ પરંપરાને માન આપીને પૂર્વ એશિયામાં આ પરંપરા વિકસાવવામાં આવી.
સ્મરણોને વાચા આપતી સોવેનિયન શોપ શરૂ કરવામાં આવી છે. આદિજાતિ સ્વાશ્રયી જૂથો દ્વારા ચાલતી આ દુકાનો તેમની આજીવિકામાં યોગ્યદાન આપે છે.
ભારતના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિશ્વ વનની સંકલ્પના કરવામાં આવી છે. ૪૬ મહિનામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણનું નેતૃત્વ સંભાળ્યા બાદ તેમણે યુનિટી થીમ પર જ એકતા નગરના સર્વાંગિણ વિકાસની કલ્પના કરી હતી. વિશ્વ વનમાં તમામ સાત ખંડની ઔષધી વનસ્પતિ, છોડ તથા વૃક્ષો છે જે વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં વિવિધતામાં એક્તાની ભાવનાને સાકાર કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
ધરતી પર જીવસૃષ્ટિને ટકાવી રાખવામાં વન મહત્ત્વની ભૂમિકા ભજવે છે તેની ઉજવણી કરવા અહીં વિશ્વ વન સાકાર કરવામાં આવ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની પાસે આવેલા બે પુલ વચ્ચે બે હેક્ટરના વિસ્તારમાં આ વિશ્વ વન નિર્માણ કરવામાં આવ્યું છે. વિશ્વના તમામ ખંડનું પ્રતિનિધિત્વ કરતા વૈવિધ્યસભર વૃક્ષો અહીં જોવા મળે છે. આ જંગલનું નિર્માણ એ રીતે કરવામાં આવ્યું છે કે મુલાકાતીને જે તે ઝોનના કુદરતી જંગલની જ અનુભૂતિ થાય.
આ જંગલના નિર્માણ પાછળનો હેતુ મુલાકાતીને ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે જીવસૃષ્ટિના વિભાજન અને વહેંચણીથી માહિતગાર કરાવવાનો છે. વિશ્વના જુદા-જુદા પ્રદેશોના વનને વિકસીત થવા માટે યોગ્ય વાતાવરણ મળી રહે એ પ્રમાણે વિભાગ નિર્માણ કરવામાં આવ્યા છે. વિવિધ ખંડોનું પ્રતિનિધિ કરતી ઓલિમ્પિકની પાંચ રિંગના રંગો પરથી પ્રેરણા લઈને આ વનની સંકલ્પનાનો વિકાસ કરવામાં આવ્યો છે.
વિશ્વ વનની સંકલ્પના હેઠળ વિશ્વના જંગલો અને ઉદ્યાનોને એક કરવાનો કન્સેપ્ટ છે. આ વનમાં બે ખંડો વચ્ચેની વર્તુળાકાર સરહદો સાથે એક બાજુએ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને બીજી બાજુ સુંદર ગાઢ જંગલોથી આચ્છાદિત પર્વતો નજરે ચડે છે. વિશ્વના દરેક ખૂણે જોવા મળતી હરિયાળીની વચ્ચે રચાતું આ અનોખું દૃશ્ય આ વિશ્વ વનને ખરા અર્થમાં વિશેષ બનાવે છે.
ભવિષ્યમાં અહીં વિશ્વના સૌથી છેવાડાની પ્રજાતિના રહેણાંક પણ ઊભા કરવામાં આવશે, જેથી મુલાકાતીઓને તેમની જીવનશૈલીથી માહિતગાર કરી શકાય. આવા રહેણાંકોમાં ફિજી હાઉસ, બાલી હાઉસ, આફ્રિકન-લુઝિયાના કોન્ફરન્સ એરિયા, મોલાકા હાઉસ અને પેગોડાનો સમાવેશ થાય છે. તે ઉપરાંત અહીં મુલાકાતીઓની વિશ્રાંતિ માટે હટ બનાવવાનું પણ આયોજન છે.