શ્રેષ્ઠ ભારત ભવન
શ્રેષ્ઠ ભારત ભવન એ 52 રૂમ ધરાવતી 3-સ્ટાર હોટલ છે અને તેમાં ભોંયતળિયેથી બે માળ સુધી ગેસ્ટ રૂમ આવેલા છે. અહીં ભોજન, પીણાં, મિટીંગ અને સમારંભ યોજવા માટેની સગવડ છે. અહીં બાલ્કની ધરાવતા ઉત્કૃષ્ઠ પ્રકારની કીંગ રૂમ્સ અને સ્યુટસ છે. ત્યાંથી હરિયાળા બગીચાઓ અને સુંદર નર્મદા નદી નિરખી શકાય છે.
શ્રેષ્ઠ ભારત ભવનની ડિઝાઈન અને સ્થાપત્ય સાદુ છે, પરંતુ સરદાર પટેલના મૂલ્યોને જાળવીને તે આપણને તેના પાલન માટે અનુરોધ કરે છે.
બિલ્ડીંગને જોડતી બાલ્કનીઓની આસપાસ લીલાછમ વૃક્ષો સ્થળના સૌંદર્યને પૂરક બની રહે છે અને હોટલના પર્યાવરણલક્ષી વાતાવરણનો પુનરોચ્ચાર કરે છે. અહીં બગીચા અને નદીની સામે આવેલી ગોળાકાર સ્ટેર હૉલ મહેમાનગતિનો ખાસ અનુભવ પૂરો પાડે છે અને હોટલના સૌંદર્યમાં વધારો કરે છે.
