સરદાર સરોવર રિસોર્ટ

નર્મદા નિહારમાં 200 રૂમ આવેલા છે અને મુંબઈના કોઠારી ગ્રુપ દ્વારા તેને સરદાર સરોવર રિસોર્ટ તરીકે આંતરરાષ્ટ્રિય ધોરણો મુજબ વિકસાવવામાં આવી રહ્યો છે. આ સ્થળે 800 થી વધુ વ્યક્તિઓની ક્ષમતા ધરાવતા થીમ રેસ્ટોરન્ટસ અને બેંકવેટ્સ આવેલા છે. આંતરરાષ્ટ્રિય બ્રાન્ડઝ સાથેની ફૂડ કોર્ટ, સ્વીમીંગ પૂલ, સ્પા વગેરે સગવડો ઉપલબ્ધ છે. પ્રથમ તબક્કામાં દિવાળી 2019 થી 50 રૂમ પ્રવાસીઓ માટે ખૂલ્લા મૂકવામાં આવ્યા છે. તબક્કાવાર 12 થી 24 મહિનામાં વધારાના રૂમ્સ ખૂલ્લા મૂકવામાં આવશે.
કોઠારી ગ્રુપ માથેરાનમાં ઉત્તમ રિસોર્ટસ અને ઉષા એસ્કોર્ટની માલિકી અને સંચાલન ધરાવે છે. તે સરદાર સરોવર, હોલીડે રિસોર્ટસ એલએલપીનું સંચાલન કરશે.