સરદાર સરોવર નોકા વિહાર
સરદાર સરોવર નૌકા વિહારઃ- ગુજરાત રાજય વન વિભાગ નિગમે પર્યાવરણ પ્રવાસની પ્રવૃત્તિના ભાગરૂપે એકતા નગરમાં પંચમૂળી તળાવ તરીકે જાણીતા ડાઇક-૩ માં બોટ રાઇડ શરૂ કરી છે બહારની વ્યવસાયિક સંસ્થાની મદદથી બોટીંગ સવલત વિકસાવવામાં આવી છે એકતા નગર આવતાં પ્રવાસીઓને બોટ રાઇડ સાથે નિતાંત પ્રકૃતિ માણવાની તક પણ અહીં મળશે. દરેક રાઇડ ૪૫ મિનિટની હોય છે. અને ઓપરેટર દિવસમાં – ૮ રાઇડ ચલાવે છે. આ રાઇડ ડાઇક -૪ ના જળપ્રવાહમાં લઇ જાય છે આ આખું જળાશય લીલાછમ જંગલમાં છે તળાવની આજુબાજુની ઇકોસિસ્ટમ વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિથી સમૃદ્ધ છે. આ બોટીંગ સવલત સહેલાણીઓમાં ઘણી લોકપ્રિય બની છે. પરિવાર અને મિત્રો સાથે પંચમૂળી તળાવની મુલાકાત બેશક અમૂલ્ય છે. ગાઢ વનની વચ્ચે આવેલું આ સ્થળ તેના ભૌગોલિક સ્થાનને કારણે અલગ પડે છે તો આવો આપનો થોડોક સમય આપો આ સુંદર પંચમૂળી તળાવને.