Now, it will be mandatory for all visitors visiting the Statue of Unity & other tourist attractions to wear masks and follow COVID Protocols of the Govt. Please note : " No entry without Masks "

સુરક્ષા

સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેનારા પ્રવાસીઓની સુરક્ષા માટે નીચે જણાવેલાં પગલાં લેવામાં આવ્યાં છે : 

  • સિક્યુરિટી સ્ક્રીનિંગ પ્રોસેસ

સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેનારા પ્રવાસીઓએ સાઈટમાં પ્રવેશતા પૂર્વે ભારતીય એરપોર્ટની સુરક્ષા પ્રક્રિયા જેવી જ પ્રાથમિક અને/અથવા દ્વિતીય સ્તરની સિક્યુરિટી સ્ક્રીનિંગમાંથી પસાર થવું પડે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુલાકાતીઓએ સુરક્ષા પ્રક્રિયાના આ સમયની ગણતરી પણ ધ્યાનમાં રાખવી એવી અમે ભલામણ કરીશું.

મુલાકાતીઓ ખાસ ધ્યાનમાં લે કે સ્ક્રીનિંગની જગ્યાએ કોઈ લોકર કે સ્ટોરેજની સુવિધા નથી. માત્ર કેમેરા, હેન્ડબેગ્સ અને નાની અંગત વસ્તુઓ જ અંદર લઈ જવાની પરવાનગી મળે છે. તમામ મુલાકાતીઓએ બેગ્સ, પેકેજ કે બાબાગાડી જેવો સામાન તેમની ગાડીમાં અથવા શ્રેષ્ઠ ભારત ભવન ખાતે આવેલા લોકરમાં રાખવા.

  • પ્રતિબંધિત વસ્તુઓ

તમામ પ્રકારના શસ્ત્રો જેવા કે રિવોલ્વર, ચાકુઓ (પોકેટ અને પેન નાઈવ્સ), પેપર સ્પ્રે અથવા એવી કોઈ પણ પ્રકારની જોખમી વસ્તુઓ, બે પ્રકારે વાપરી શકાય એવી ડ્યુઅલ-યુઝની વસ્તુઓ કે જેના કારણે મુલાકાતીઓની સુરક્ષા જોખમાય એમને સ્ટેચ્યુ ખાતે લઈ જવા પર પ્રતિબંધ છે. કાતર, ધારદાર હથિયાર કે સરંજામ વગેરે લઈ જવા પર પણ પ્રતિબંધ છે. આ પ્રકારની કોઈ પણ વસ્તુઓ સિક્યુરિટી સ્ક્રીનિંગ વિસ્તારમાં લઈ જવી નહીં. જપ્ત કરાયેલી વસ્તુઓ પાછી આપવામાં આવશે નહીં. જો તમને કોઈ સામગ્રી લઈ જવા પર શંકા હોય તો મહેરબાની કરીને એ લઈ જવી નહીં.

  • મોટાં પેકેટ્સ, સૂટકેસ, નાની સૂટકેસ કે અન્ય મોટા પાર્સલ્સ સ્ટેચ્યુ ઓફ યુનિટીની જગ્યા પર કે એના લોકરમાં મૂકવાની પરવાનગી નથી.
  • ટિકિટ કાઉન્ટરની બાજુમાં પ્રાથમિક ઉપચાર માટેની સુવિધા ઉપલબ્ધ છે.
  • પાળેલા પ્રાણીઓને પણ સ્ટેચ્યુ ઓફ યુનિટીના સંકુલમાં લઈ જવાની પરવાનગી નથી.
  • સ્ટેચ્યુ ઓફ યુનિટીના સંકુલમાં સુરક્ષા માટેના પૂરતાં પગલાં લેવામાં આવ્યાં હોવા છતાંય મુલાકાતીઓએ વ્યક્તિગત ધોરણે જરૂરી સાવધાની રાખવી.
  • સાઈટ ખાતે જો કોઈ પણ વ્યક્તિનું શંકાસ્પદ વર્તન કે પ્રવૃતિ ધ્યાનમાં આવે તો અધિકારીઓને તાત્કાલિક જાણ કરવી.
Close Menu