પ્રોજેક્ટ
સ્ટેચ્યુ ઓફ યુનિટી ભારતની એકતાના પ્રેરણાપુરુષ અને મુત્સદ્દી રાજપુરુષ સરદાર વલ્લભભાઇ પટેલની જીવનની અનુમોદન રૂપ છે.સરદાર વલ્લભભાઈ પટેલની આ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા અત્યંત રમણીય અને નયનરમ્ય વિસ્તારમાં સરદાર સરોવર બંધની સન્મુખ બંધ સ્થળથી ૩.૨ કિલોમિટરના અંતરે આવેલી છે. આ વિરાટ પ્રતિમા નર્મદાકિનારે આવેલા એકતા નગર નજીકના સાધુ બેટ પર તૈયાર કરાઇ છે. ભારતના ગુજરાત રાજ્યના નર્મદા જિલ્લામાં આ સ્થળ આવેલું છે. વિંધ્યાચળ અને સાતપુડા પર્વતની ગિરિમાળાઓની વચ્ચે આવેલું આ સ્થળ ભારતના સૌથી લોકપ્રિય પ્રવાસન સ્થળ તરીકે ઝડપભેર સ્થાન પામી રહ્યું છે
આ સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ પાછળનો હેતુ સરદાર વલ્લભભાઈ પટેલના એકતા, રાષ્ટ્રવાદ, સર્વસમાવેશક વિકાસ અને સુશાસન જેવા દૃષ્ટિકોણ તથા સિદ્ધાંતોથી આવનારી પેઢીઓને માટે પ્રેરક બનાવવા માટેનો છે.


ભારતની એકતા અને પ્રમાણિકતાના પ્રતીક સમાન આ સ્મારકની ડિઝાઈન એ પ્રકારે તૈયાર કરવામાં આવી છે કે જેથી સરદાર સરોવર ડેમની આસપાસના પ્રદેશમાં વસતા આદિવાસી સમુદાયના વિકાસને વેગ મળે.સ્ટેચ્યુ ઓફ યુનિટીની સાથે સાથે અહીં બીજા અનેક પ્રોજેક્ટ પણ આકાર લઇ રહ્યા છે, જેમાં ઉત્કૃષ્ટ સ્તરની પ્રવાસન સુવિધાઓ અને ઉત્તમ વાહનવ્યવહાર માટે માળખાગત સુવિધાઓથી માંડીને આદિજાતિ વિકાસ, તેમના આરોગ્ય અને શિક્ષણ માટે પાયાની સુવિધાઓ સહિતના વિવિધ પ્રોજેક્ટ અને આયોજનનો સમાવેશ થાય છે.
વિવિધ વિષયના આધાર સ્તંભ
-
આજીવિકા માટેના સંસાધન ઊભાં કરવાં
-
સામાજિક માળખાકીય સુવિધાઓ
-
આદિજાતિ વિકાસ
-
રોજગારી નિર્માણ
-
પર્યાવરણ સંરક્ષણ