પ્રોજેક્ટની વિવિધ વિશેષતા

ભારતના લોહપુરુષને એક અનોખી શ્રદ્ધાંજલિ આપવાના હેતુથી બનાવવામાં આવેલું આ સ્ટેચ્યુ ઓફ યુનિટી અત્યંત નયનરમ્ય અને આબેહૂબ છે. ૧૮૨ મિટર ઊંચી આ પ્રતિમા સાધુ બેટ નામના એક નાનકડા ટાપુ પર આવેલી છે. વિંધ્યાચળ અને સાતપુડા પર્વતની ગિરિમાળાઓની વચ્ચે તે અત્યંત શોભાયમાન થઇ રહી છે. આ સ્થળે આ પ્રતિમા ઉપરાંત બીજા પણ કેટલાંક આકર્ષક પ્રવાસન સ્થળો આકાર લઇ રહ્યાં છે, જેમાં વેલી ઓફ ફ્લાવર્સ, શૂળપાણેશ્વર અભયારણ્ય, આસપાસમાં આવેલા મંદિરો, સરદાર સરોવર બંધ, તેનો જળપ્રવાહ, ઝરવાણીનો આકર્ષક ધોધ, રાજપીપળાનો રજવાડી મહેલ વગેરેનો સમાવેશ થાય છે. આ વિરાટ સ્મારક અને તેની આસપાસનો ખૂબ જ સુંદર વિસ્તાર ઇકો ટુરિઝમ માટેનું એક આદર્શ સ્થળ બની રહ્યું છે. કુદરતની ગોદમાં આવેલી આ પ્રતિમા અને તેની આસપાસનો સમગ્ર વિસ્તાર સૌંદર્યથી ભરપૂર છે.
ગુજરાત સરકારે સરદાર વલ્લભભાઈ પટેલની આ વિરાટ પ્રતિમાના નિર્માણનું પડકારરૂપ કામ સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટ (એસવીપીઆરઇટી)ને આપેલું છે, જેના વડા ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી છે. સમગ્ર પ્રોજેક્ટની જવાબદારી એસવીપીઆરઇટી હસ્તક છે. જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ સાથે સંકળાયેલી તમામ પ્રકારની કામગીરી સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડની દેખરેખ હેઠળ છે.
ગુજરાતના મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં તેનું સંચાલન માળખું ઊભું કરાયું છે. તેની એક્ઝિક્યુટીવ કમિટીના વડા ગુજરાત સરકારના મુખ્ય સચિવ છે. ગુજરાત સરકારના અન્ય સિનિયર સચિવો આ પ્રોજેક્ટને લગતા વિવિધ નિર્ણયો અને પ્રોજેક્ટ સંબંધિત બીજી જવાબદારીઓ સંભાળી રહ્યા છે.
એસવીપીઆરઇટી દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ માટે સ્મારકો અને તેના જેવાં બીજાં બાંધકામોના ક્ષેત્રે યોગ્ય અનુભવ ધરાવતા કન્સલ્ટન્ટ્સને કામગીરી સોંપાઇ છે, જેમાં પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ્સ ટર્નર પ્રોજેક્ટ મેનેજમેન્ટ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, મેનહાર્ટ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, માઇક્લ ગ્રેવ્સ એન્ડ એસોસિયેટ્સનો સમાવેશ થાય છે. આ પછી કેટલીક કંપનીઓ દુબઇના બુર્જ ખલીફા સહિતનાં વિશ્વનાં કેટલાક સૌથી ઊંચા સ્ટ્રક્ચર્સના નિર્માણકાર્ય સાથે જોડાયેલી છે.
નર્મદા નિગમની મેનેજમેન્ટ ટીમ અને તેના એન્જિનિયરો દ્વારા વિશ્વના સૌથી ઊંચા ડેમ પૈકીનો એક એવા કોંક્રિટ ગ્રેવિટી ડેમ તથા સિંચાઇ વ્યવસ્થા કે જે વિશ્વની શ્રેષ્ઠ એવી સિંચાઇ વ્યવસ્થા પૈકીની એક છે તેનું નિર્માણ કરાયું છે.
ભારતની સૌથી વિશાળ એન્જિનિયરિંગ અને કન્સ્ટ્રક્શન કંપની લાર્સન એન્ડ ટુબ્રોને સમગ્ર પ્રોજેક્ટના ડિઝાઇન, એન્જિનિયરિંગ, સંપાદન, કન્સ્ટ્રક્શન, કામગીરી અને જાળવણીની કામગીરી સોંપવામાં આવી છે. આ ઉપરાંત પ્રોજેક્ટ સાથે જાણીતા શિલ્પી રામ સુથાર પણ જોડાયેલા છે. ભારત સરકાર દ્વારા પદ્મવિભૂષણ ખિતાબથી સન્માનિત શિલ્પી રામ સુથારે છેલ્લાં ૪૦ વર્ષમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા ૪૦થી વધુ સ્કલ્પ્ચર (શિલ્પો) ડિઝાઇન કર્યા છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પ્રોજેક્ટ શરૂ થયો તે પહેલાં ૨૦૧૩-૧૪ના સમયગાળામાં દેશભરનાં કેટલાક ગામોમાં લોહા કેમ્પેઇન એટલે કે લોખંડ એકત્ર કરવા માટે ઝુંબેશ શરૂ કરાઇ હતી. આ અનોખી ઝુંબેશ દરમિયાન નમૂનેદાર પ્રોજેક્ટ માટે દેશભરમાંથી કુલ ૧,૬૯,૦૭૮ સ્થળોએથી ખેડૂતો પાસેથી સ્વૈચ્છિક ધોરણે માટીના નમૂના અને તેમણે ઉપયોગમાં લીધેલા કૃષિ ઓજારો પ્રતિક રૂપ એકત્રિત કરાયાં હતાં. આ ઝુંબેશને જનચેતના જાગૃતિ સંદર્ભે વિશ્વની સૌથી મોટી ઝુંબેશ માનવામાં આવે છે.
આ પ્રકારે દેશભરમાંથી ૧૩૪.૨૫ મેટ્રિક ટન લોખંડ એકત્ર કરાયું હતું, આ લોખંડને ૧૦૯.૧૭ મેટ્રિક ટન વજનના લોખંડના સળિયામાં ફેરવવામાં આવ્યો જેને નિર્માણકાર્યમાં ઉપયોગમાં લેવાયું છે. દેશના વિવિધ ભાગોમાંથી એકત્ર કરાયેલી માટીમાંથી ‘વોલ ઓફ યુનિટી’ બનાવવામાં આવી છે. આ સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં નિર્માણમાં ૭૦,૦૦૦ મેટ્રિક ટન સિમેન્ટ, ૧૮,૫૦૦ મેટ્રિક ટન લોખંડના સળિયા, ૬૦૦૦ મેટ્રિક ટન સ્ટીલ માળખાકીય વાપરવામાં આવ્યું છે. કુલ ૨૨,૫૦૦ ચોરસ મિટરના બહારના વિસ્તારના ક્લેડિંગમાં ૧૭૦૦ મેટ્રિક ટન કાંસુ વપરાયું છે.
The Statue of Unity stands as a naturalistic and inspirational portrayal of Sardar Patel, donning his characteristic garments and a pose that reflects dignity, confidence, iron will and kindness. Bronze cladding adds richness and visual appeal to the Statue. Sophisticated, state-of-the-art surveying technologies like, Light Detection and Ranging (LIDAR) and Telescopic Logging were used for the construction of the Statue.
The construction of this National Monument utilised approximately 70,000 metric tonnes of cement, 18,500 metric tonnes of reinforcement bars and 6,000 metric tonnes of structural steel. The surface area of about 22,500 square metres has been clad with around 1,700 metric tonnes of bronze.
- સરદાર વલ્લભભાઈ પટેલના જીવન અને કાર્ય વિશે પ્રદર્શન
- વિહંગાવલોકન
- આતિથ્ય અને મનોરંજન
- લેસર લાઈટ અને સાઉન્ડ શો
સ્ટેચ્યુ ઓફ યુનિટી એ માત્ર એક વિરાટ પ્રતિમા જ નથી, પરંતુ આ સ્થળ તેની મુલાકાત લેનાર દરેક લોકોને એક પ્રકારનો અનોખો અનુભવ કરાવે છે. મુલાકાતીને વિશેષ જાણકારી સાથે જ્ઞાન મળી રહે છે. સ્ટેચ્યુની અંદર ઓડિયો વિઝ્યુઅલ સિસ્ટમ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલના જીવન અને કાર્યને રસપ્રદ રીતે રજૂ કરાયું છે.
સરદાર વલ્લભભાઈ પટેલની ભારતની સ્વાતંત્ર્ય ચળવળ દરમિયાન અને એ પછી રજવાડાના એકત્રિકરણની કામગીરીના યોગદાનની જાણકારી મુલાકાતીઓને આ પ્રદર્શનમાંથી મળી રહે છે.
૧૩૫ મિટરની ઊંચાઇ પર આવેલી વ્યુઈંગ ગેલેરીમાંથી એક સાથે ૨૦૦ જેટલા લોકો નયનરમ્ય વિંધ્યાચળ અને સાતપુડાની ગિરિમાળાનો, સરદાર સરોવર ડેમ તથા ગરુડેશ્વર આડબંધનો સુંદર નજારો મેળવી શકે છે.
Together with providing food, accommodation and visitor facilities to tourists, the hospitality and entertainment projects in the vicinity of the statue are helping in realising the potential of tourism and generating employment for the local people.
The project encompasses restaurants and recreational spots to make the area an attractive tourist destination, thus facilitating tourism and employment in the surrounding tribal region.
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે લેસર ટેકનોલોજી સાથે તૈયાર કરાયેલો લાઇટ એન્ડ સાઉન્ડ શો સોમવાર સિવાય દરરોજ સાંજે દર્શાવવામાં આવે છે. રંગબેરંગી લેસર લાઈટિંગ સિસ્ટમ સાથે સરદાર પટેલના જીવન અને તેમના સમયના ઈતિહાસ ઉપરાંત સ્વાતંત્ર્ય ચળવળ અને એક રાષ્ટ્ર તરીકે ભારતની અખંડતામાં તેમના અમૂલ્ય યોગદાન વિશે ખૂબ સરસ રજૂઆત સાથે આ લેસર એન્ડ સાઉન્ડ શો સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતનું અમૂલ્ય સંભારણું છે.