સંસ્થા
SVPRET
SVPRET
સરદાર વલ્લભભાઇ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટ (એસ.વી.પી.આર.ટી.) ની રચના પ્રોજેક્ટના સંસાધનો અને અમલ પ્રક્રિયાના સંચાલન માટે કરવામાં આવી છે. આ એપેક્સ બોડી પ્રોજેક્ટના આયોજન અને વિકાસ માટે જવાબદાર છે. તેના પરિકલ્પિત ઉદ્દેશો શિક્ષણ, આજીવિકા ઉભી કરવી, પર્યાવરણ સંરક્ષણ, નવીનીકરણ અને સ્વચ્છ ઉર્જા, આરોગ્ય અને સ્વચ્છતાના ક્ષેત્રમાં ખાસ કરીને આદિજાતિ લોકો માટેના સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસના ક્ષેત્રના વિકાસ અને પ્રોત્સાહન તરફ ધ્યાન કેન્દ્રિત કરે છે.
વિઝન અને મિશન
વિઝન
આ સ્મારક અને તેની અનોખી માળખાકીય વિશેષતાઓ થકી વિવિધ સમુદાયોના સર્વ સમાવેશક સામાજિક – આર્થિક વિકાસનું સિમાચિહ્ન બની રહેશે.
મિશન
સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટ (એસવીપીઆરઇટી) સ્ટેચ્યુ ઓફ યુનિટીની ફરતે આવેલા સમગ્ર વિસ્તાર અને લોકોના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે.
એસવીપીઆરઇટી દ્વારા વિવિધ ક્ષેત્રે વૈશ્વિક માપદંડો સાબિત કરવાનું લક્ષ્યાંક રખાયું છે, જેમાં,
પ્રવાસનનું માળખું અને પ્રવાસીઓ માટેની સુવિધાઓ વધારવી અને વિકસાવવી
ઉચ્ચ કક્ષાની શિક્ષણ, આરોગ્ય અને ઇકો ટુરિઝમ સુવિધાઓનો વિકાસ કરવો
આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિના પ્રોજેક્ટ હાથ ધરીને આસપાસની ગ્રામીણ વસ્તીનો સર્વાંગી વિકાસ કરવો.
સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ
સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ (એસએસએનએનએલ) ગુજરાત સરકારનું સંપૂર્ણ સાહસ છે. ઇન્ડિયન કંપની એક્ટ ૧૯૫૬ અનુસાર માર્ચ ૧૯૮૮માં તેનો પ્રારંભ થયેલો છે. એસએસએનએનએલનો મુખ્ય હેતુ સરદાર સરોવર નર્મદા પ્રોજેક્ટ અને તેની સાથે જોડાયેલા ડેમ, પાવર હાઉસ, કેનાલ સિસ્ટમ અને સરદાર સરોવર પ્રોજેક્ટને લગતી અન્ય કામગીરીનું દેખરેખ અને સંચાલન છે. યોગાનુયોગ સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રોજેકટનો અમલ અને તેના સંચાલનની કામગીરી પણ એસએસએનએનએલને આપવામાં આવેલી છે.
પ્રોજેક્ટ કન્સલ્ટન્ટ્સ
સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ માટે એસવીપીઆરઇટી દ્વારા સ્મારકો અને તેના જેવાં બીજાં બાંધકામોના ક્ષેત્રે યોગ્ય અનુભવ ધરાવતા કન્સલ્ટન્ટ્સને કામગીરી સોંપાઇ છે, જેમાં,
ટર્નર પ્રોજેક્ટ મેનેજમેન્ટ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ – પ્રોજેક્ટ મેનેજમેન્ટ
મેઇનહાર્ટ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ – સ્ટ્રક્ચરલ એન્જિનિયર
માઇકલ ગ્રેવ્સ – આર્કિટેક્ટ
ટીપીએમઆઈએલ જેવી મેઇનહાર્ટ અને માઇકલ ગ્રેવ્સ – પ્રોજેક્ટ મેનેજમેન્ટ એન્ડ કન્સ્ટ્રક્શન મેનેજમેન્ટ
ઇજીઆઈએસ ઇન્ડિયા પ્રા.લિ. અને ટાટા કન્સલ્ટિંગ એન્જિનિયર લિમિટેડ – પ્રુફ કન્સલ્ટન્ટ
એલએન્ડટી – એન્જિનિયરિંગ પ્રોક્યોરમેન્ટ અને કન્સ્ટ્રકશન નાં ઇજારદાર