Now, it will be mandatory for all visitors visiting the Statue of Unity & other tourist attractions to wear masks and follow COVID Protocols of the Govt. Please note : " No entry without Masks "

ખલવાણી ઈકો-ટુરિઝમ

(ખલવાણી પર્યાવરણ પ્રવાસન) :-ખલવાણી પર્યાવરણ પ્રવાસન ગોડબોલે ગેટમાંથી છોડવામાં આવતાં પાણીથી બારેમાસ છલકાયેલા રહેતા કાંઠાના ડાઇક-૪ પાસે આવેલું છે. આ વિસ્તારની આજુ બાજુ ખાસ પાનખર જંગલો ધરાવતાં ડુંગરો છે. પક્ષીઓનો કેકારવ, નર્મદાના વહેતાં નીર, ડુંગરાળ પ્રદેશો અને વિવિધ શેડની લીલોતરીથી આ વિસ્તાર ખૂંદવા માટે લોભામણું સ્થળ બની રહે છે. નજીકમાં જ આવેલું શૂળપાણેશ્વર અભ્યારણ્ય વન્ય જીવનના સહેલાણીઓ માટે આકર્ષણ બનશે. ઉતારા માટે વૃક્ષના ઘર અને ટેન્ટ ઉપલબ્ધ છે. તેમાં બાળકો માટે રમતના મેદાન, કેમ્પ ફાયર ઝોન,એમ્ફિ્થિઅટર (પ્રાચીન ગ્રીસની નાટકશાળા), નર્સરી, પેન્ટીંગ કીટ તથા હર્બલ રંગ કુદરતી શિક્ષણ વગેરે જુદી – જુદી ખાસિયતો છે.

પ્રવાસીઓ માટે નીચે મુજબ પ્રવૃત્તિઓ ઉપલબ્ધ છે.

બર્ડ વોચીંગઃ ઝરણા અને પર્વતોની વચ્ચેના જુદા – જુદા વિસ્તારોમાં બર્ડીગ ટ્રેલ બનાવવામાં આવી છે.

બ્રેક ફાસ્ટ વીથ બટરફલાયઃ આ જંગલ ઉડતા રત્નો સમા પતંગિયાની ૧૦૦ થી વધુ પ્રજાતિઓનું ઘર છે. ઇયળને પોષતા અને મઘમાખી  લક્ષી વાવેતર કેમ્પ સાઇટની આજુબાજુ કરવામાં આવ્યું છે.  મુલાકાતીઓ તેમના ઉતારાના આંગણે જ આ નજારો માણે છે.

ટ્રી વોકઃ આ ફોરેસ્ટ ટ્રેલ વિવિધ વનસ્પતિના વાવેતરથી ઘણો મોટો ભૂપૃષ્ઠ વિસ્તાર આવરી લે છે. વનસ્પતિશાસ્ત્રના અભ્યાસુઓ માટે જ્ઞાનવર્ધનની આ ઉમદા તક છે.

સાયકલીંગઃ નિર્દિષ્ટ વન – વિસ્તારમાં સાયકલ ઉપલબ્ધ કરવામાં આવે છે. રીવર રાફટીંગ, ટ્રેકીંગ, પર્વતારોહણ, બોટનિકલ અભ્યાસ અને બર્મા બ્રીજ પર સેલ્ફી જેવી પ્રવૃત્તિઓ સહેલાણીઓને અહીં પ્રવાસ કરવા પ્રોત્સાહિત કરે છે.

ટ્રાઇબલ ટી / હર્બલ કાવા, જાંબુ, આંબળા,આમલી કેરી વગેરે જેવા સ્થાનિક ફળોના જયુસ અને સ્વાદિષ્ટ આદિજાતિ આહારની લહેજત માણીને સહેલાણીઓ તૃપ્ત થાય છે. મઘમાખી ઉછેર કેન્દ્ર, મરઘાં, બતકો ઉછેર કેન્દ્ર, માટી કામ, ઘનુષવિદ્યા અને હર્બલ રંગોથી પેન્ટીંગનો પ્રત્યક્ષ અનુભવ અહીં લઇ શકાય.

પ્રકૃતિ પ્રેમીઓ અહીં કેમ્પ – સાઇટ પર પ્રકૃતિ અને પર્યાવરણલક્ષી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઉત્સવો ઉજવે છે. અને વન સંરક્ષણનું મહત્ત્વસમજે છે. નર્મદા ખાતે પ્રત્યક્ષ તાલીમ મેળવે છે. વૃક્ષારોપણ કરે છે. પ્રકૃતિલક્ષી શિક્ષણ શિબિર યોજે છે.

Close Menu