fbpx

જંગલ સફારી

જંગલ સફારીઃ વિશ્વના જુદા – જુદા વિસ્તારોમાંથી દેશી અને વિદેશી પશુ – પક્ષીઓનો અનોખો સંગ્રહ ધરાવતાં આધુનિક ઝુલોજિકલ પાર્ક વિશ્વના સૌથી ઊંચા ‘‘ સ્ટેચ્યુ ઓફ યુનિટી ‘‘ અને

‘‘ સરદાર સરોવર ડેમ ‘‘ નજીક એકતા નગર ખાતે કોતરોમાં આવ્યો છે. આ ઝુમાં કોતરોના સૌંદર્ય વચ્ચે વન્ય જીવનની ઉત્સાહ પ્રેરક ટ્રીપનો અનેરો આનંદ મળે છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નર્મદા નદીના કાંઠે ૨૯ મીટરથી ૧૮૦ મીટર સુધીની ઊંચાઇએ જુદી – જુદી સાત કક્ષાઓમાં ૩૭૫ એકર જમીનમાં જંગલ સફારી ફેલાયેલું છે. આ પાર્ક આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, એશિયા અને અમેરિકાની જુદી – જુદી ૧૮૬ પ્રાણી સૃષ્ટિ પ્રજાતિઓનું ઘર છે. મુલાકાતીઓ ભારતની જોખમમાં મુકાયેલી પ્રજાતિઓ પણ જોઇ શકશે. જેમાં એશિયાટીક સિંહ, રોયલ બેન્ગાલ ટાઇગર અને ચિત્તાનો સમાવેશ થાય છે. સફારીનો રૂટ એ રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે જેથી મુલાકાતીઓ પ્રાણીઓની પ્રવૃત્તિઓ, પેટે સરકતા પ્રાણીઓ અને પક્ષીઓ નિહાળી શકે.

આકર્ષક ખાસિયતોઃ- જંગલ સફારી સાહસી રાઇડ છે જે વણખેડાયેલા રસ્તા અને આહલાદ્દક પ્રકૃતિનો આનંદ જાણવાની તક પૂરી પાડે છે. ઓસ્ટ્રેલિયા, આફ્રિકા અને દક્ષિણ અમેરિકા જેવા ખંડના પ્રાણીઓના નિવાસ માટે કલસ્ટર ઊભા કરવામાં આવ્યા છે. આ ઉદ્યાનની ખાસિયત છે કે, અહીં મુલાકાતીઓ જિલ્લા પર્યાવરણમાં પ્રાણીઓ જોઇ શકે છે અને જંગલ સફારી પ્રકારનો પ્રવાસ કર્યાની અસર ઊભી કરવામાં આવી છે. વિંધ્યાચળનો પર્વતીય વિસ્તાર અહીં પ્રાણીઓના નિવાસ માટે આદર્શ છે.

બીજું આકર્ષણ છે દેશી પક્ષીઓના આવતાં ચીડિયાઘરની મુલાકાત. કુદરતના સાનિધ્યમાં તેમના ખાસ માળાઓમાં કલશોર કરતાં દરેક પ્રજાતિના આ પક્ષીઓ વચ્ચે રહેવાનો આનંદ મુલાકાતીઓ માટે અનેરો છે. આ દ્દશ્યને પિંજરા કે સળિયાની આડશોથી બંધિયાર બનાવાયું નથી. ભારતમાં સૌથી મોટા ઘુમ્મટ હેઠળ આ ચીડિયાઘર બાંધવામાં આવ્યું છે. (ભારતીય ચીડિયાઘર ૧૫૦ મીટર લાંબુ અને ૫૦ મીટર પહોળું અને ૧૫ મીટર ઊંચુ છે અને વિદેશી પક્ષીઓનું ચીડિયાઘર ૧૨૫ મીટર લાંબુ, ૩૫ મીટર પહોળું અને ૧૮ મીટર ઊંચુ છે.)

દરેક એન્કલોઝરને ખાસ સંશોધન સાથે બનાવાયો છે જેથી પશુ – પક્ષી સક્રિય અને ઉત્સાહિત રહે. મુલાકાતીઓ પશુઓ, પેટે સરકતા પ્રાણીઓ અને પક્ષીઓને પ્રાકૃતિક વાતાવરણમાં વિહરતા નિહાળી શકે તે રીતે સફારી રૂટ ડિઝાઇન કરવામાં આવ્યો છે. એનકલોઝરમાં ભૂપૃષ્ઠ પણ પશુ – પક્ષીઓના મૂળ રહેઠાણની નજીક જ છે.

પ્રત્યક્ષ શિક્ષણઃઆ ઉદ્યાનનું મુખ્ય લક્ષ આપણા ગ્રહના સમૃદ્ધ જીવ વૈવિધ્યની જાણકારી પૂરી પાડવાનું તેમજ બધાને મનોરંજન પૂરું પાડવાનું છે.

ગર્જના કરતો સિંહ, વાઘની છટાદાર છલાંગ અને ચિત્તાનો વિહાર જોવાનો અનુભવ અનેરો છે.

ફલાય હાઇ (ભારતના પક્ષીની પ્રજાતિઓ)

ફલાઇ હાઇ એવિઅરિમાં ટહેલતાં ટહેલતાં રેડ જંગલ ફાઉલ, જંગલી મરઘી, પાર્ટ્રીઝ (તેતર જેવું પક્ષી), પેલિકન (બતક જેવું પક્ષી), બગલા, પોપટ અને આવા બીજા રંગબેરંગી પક્ષીઓને જોવાનો અવસર અહીં જ મળે છે.

વીંગ્સ ઓફ ધ વર્લ્ડ (વિદેશી પક્ષીઓ):-  મેકો (પોપટ), કોકરૂ (કાકા કૌઆ), ફેકન્ટ (તેતર જેવું પક્ષી), કાળોહંસ, ભૂરો પોપટ, કેપ કાઉનડ ફ્રેન (બગલો) અને આવા ઘણા બધા દક્ષિણ અમેરિકા, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ પૂર્વ એશિયા અને આફ્રિકા તેમજ વિશ્વના અન્ય પ્રદેશોના વિદેશી પક્ષીઓ જોવાનો અનેરો અનુભવ અહીં લઇ શકાય છે.

શાકાહારી પ્રાણીઓઃ કાળા હરણ, સફેદ હરણ, ટીપકીવાળા હરણ, સાંબર, ચાર શિંગડાવાળા કાળિયાર,ચિંકારા, ભૂરા બળદ વગેરે સુંદર હરિયાળા પર્વતીય વિસ્તારમાં જોઇ શકાય છે.

નૈસર્ગિક રક્ષણઃઆકર્ષક દશ્યઃ

જિરાફ, ઝીબ્રા, મીર કેટ, આફ્રિકાના શાહમૃગ, નાના કદનાં કાંગારુ અને ઓસ્ટ્રેલિયાના ઇમુ અને સમગ્ર વિશ્વની  ઘણી બધી પ્રાણીસૃષ્ટિ જોવાનો અનુભવ અહી માણી શકાય.

બર્ડીગ ટ્રેલ અને વોટર ફોલ ટ્રેસઃ જંગલની અનુભૂતિ માણવા નદી કાંઠે બર્ડીગ ટ્રેસ અને વોટર ફલો ટ્રેસનો લાભ અચૂક લો.

વાઇલ્ડ ફીસ્ટ અને જંગલ કાફેઃ સ્વાદિષ્ટ વાનગીઓ અને પીણા સાથે ખાવ – પીઓ અને મોજ કરો.

ઝૂ સ્ટોર (સોવિનિઅર આર્કેડ):- પ્રાણી સંગ્રહાલયમાં તમે માણેલા અદભૂત નજારાના સંભારણા સાથે લઇ જવા સોવિનિઅરની ખરીદી તેની દુકાનેથી કરો.

ગ્રીન હિલ્સઃ- બંધની નજીકમાં સુંદર ટેકરીઓ વચ્ચે પ્રાણી સંગ્રહાલય આવેલું છે. પ્રાણી સંગ્રહાલયની આજુ  બાજુના ડુંગરાળ વિસ્તારોના સૌંદર્યને માણવાની તક અહીં મળે છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટીથી આશરે બે કિલોમીટરના અંતરે અને ૫,૫૫,૨૪૦ ચોરસ મિટરમાં આ પાર્ક અને સફારીનું નર્મદા નદીના જમણા કિનારે નિર્માણ કરાયું છે. આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, એશિયા અને અમેરિકામાં જોવા મળતી જીવસૃષ્ટિની પ્રજાતિમાંથી ૧૭૦થી વધુ જીવસૃષ્ટિની પ્રજાતિ આ પાર્કમાં જોવા મળે છે. આ ઉપરાંત મુલાકાતીઓ અહીં ભારતની લુપ્ત થઈ રહેલી પ્રજાતિઓ પણ જોઈ શકશે, જેમાં એશિયાટિક લાયન, રોયલ બેંગાલ ટાઇગર અને દીપડાનો સમાવેશ થાય છે.

 

આ સફારીનો રૂટ એ રીતે તૈયાર કરાયો છે કે મુલાકાતીઓને પ્રાણીઓની પ્રવૃત્તિઓ, પક્ષીઓ અને સરિસૃપ જીવ-જંતુઓની હિલચાલ જોવા મળશે.

Close Menu