આવો, વિશ્વના સૌથી ઊંચા
સ્ટેચ્યુ ઓફ યુનિટીને નિહાળો
માનનીય વડા પ્રધાન સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતની ઝલક
સ્ટેચ્યુ ઓફ યુનિટીની નજીક જ આવેલું છે આ અનોખુ કેકટ્સ ગાર્ડન. આ ગાર્ડનમાં થોરની અલગ અલગ પ્રજાતિ જોવા મળે છે.
થોર એ એક આકર્ષક અને અલગ અલગ આકાર અને કદમાં ઊગતો છોડ છે. સામાન્યપણે જાડા અને માવાવાળા પાંદડાવાળી આ વનસ્પતિ વિષમ પરિસ્થિતિમાં જ ઉગે છે. આ ઉપરાંત ધરતીની સૌથી સૂકા ગણાતા એટાકામા ડેઝર્ટમાં પણ થોર જોવા મળે છે. થોરના જાડા અને ચમકદાર ભાગમાં પાણી એકઠું થાય છે.
રિવર રાફ્ટિંગ ભારતનું ઊભરી રહેલી એક એડવેન્ચર તથા લોકપ્રિય રમત છે. દરેક સાહસિક રમતવીર રાફ્ટિંગ માટે ધસમસતો પાણીનો પ્રવાહ અને નદીના જોખમી વળાંકો ઇચ્છતો હોય છે. નર્મદા નદીમાં રિવર રાફ્ટિંગ એ સાહસિક રમતવીરોને આવો અનન્ય અનુભવ કરવાની એક ઉજળી તક આપશે.
શ્રી નરેન્દ્ર મોદી
માનનીય વડાપ્રધાનશ્રી

શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
માનનીય મુખ્ય મંત્રીશ્રી, ગુજરાત રાજ્ય

સ્ટેચ્યુ ઓફ યુનિટી |
સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વની સૌથી ઊંચી ૧૮૨ મીટરની પ્રતિમા

સ્ટેચ્યુ ઓફ યુનિટી
ભારત
૧૮૨ મીટર

સ્પ્રિંગ ટેમ્પલ બુદ્ધ
ચીન
૧૫૩ મીટર

ઉસીકુ દાઈબુત્સુ
જાપાન
૧૨૦ મીટર

સ્ટેચ્યુ ઓફ લિબર્ટી
અમેરિકા
૯૩ મીટર

ધ મધરલેન્ડ કોલ્સ
રશિયા
૮૫ મીટર

ક્રાઇસ્ટ ધ રિડીમર
બ્રાઝીલ
૩૮ મીટર
વિવિધતામાં એકતા માટેની ભારતની વિશેષતાનું વિરલ સ્વરૂપ

પ્રાચીન કાળથી જ સ્થાપત્યો અને સ્મારકો ભારતની વિશેષ ઓળખ બની રહ્યાં છે. અજંતા-ઇલોરાની ઐતિહાસિક ગુફાઓથી માંડીને માઉન્ટ આબુ ખાતેનાં દેલવાડાનાં દહેરાં (મંદિરો) ઉપરાંત તાજમહાલથી લઇને મદુરાઇના મિનાક્ષી મંદિર વગેરે વૈશ્વિક સ્તરે ભારતીય સ્થાપત્યોની સુંદરતા અને શ્રેષ્ઠતાને દર્શાવે છે. આ જ પ્રમાણે વિશ્વનું સૌથી ઊંચું સ્ટેચ્યુ ઓફ યુનિટી તાજેતરનાં વર્ષોનું સૌથી શ્રેષ્ઠ બહુઆયામી સર્જન છે. નર્મદા નદી પરના સરદાર સરોવર બંધની સન્મુખ આવેલી આ પ્રતિમા તેના વિરાટ કદની સાથે બીજું ઘણું બધું પ્રતિબિંબિત કરે છે.
ભારતની આઝાદીની ચળવળ દરમિયાન અને એ પછી રજવાડાંના વિલીનીકરણમાં અતિ મહત્વની ભૂમિકા અદા કરીને અપ્રતિમ યોગદાન આપનાર ભારતના લોખંડી પુરુષ સરદાર પટેલનું આ વિશાળ પ્રતીક છે. એક સંગઠિત રાષ્ટ્ર તરીકે ભારતની એકતા-અખંડિતતાના કેન્દ્રપુરુષ એવા સરદાર વલ્લભભાઇ પટેલના ખૂબ ઊંચેરા વ્યક્તિત્વને આ પ્રતિમા દુનિયા સમક્ષ રજૂ કરે છે.
આ લોખંડી પુરુષના બુદ્ધિચાતુર્ય અને સામુદાયિક આદેશ ને કારણે એ વખતે નાનાં – મોટાં રજવાડાં અખંડ ભારતનો હિસ્સો બનવા વિના કોઇ શરતે સહમત થઇ ગયાં હતાં. એ રીતે જોઇએ તો એકતાનો અર્થ અને તેનું મૂલ્ય આ વિરાટ પ્રતિમા સાથે પરસ્પર પૂરક બનીને રહે છે. તેના ડિઝાઇનર્સ દ્વારા કરાયેલી તેની આધુનિક સંરચના સાથે પણ તે એકદમ સુસંગત બની રહે છે, જે આ વિરાટ પ્રતિમાની મુલાકાત લેનાર પ્રત્યેક વ્યક્તિ આગળ આ સમગ્ર બાબતોના સારરૂપે પ્રતીકાત્મક રીતે દૃષ્ટિગોચર થાય છે.
નાના-મોટાં તમામ રજવાડાંને દેશના મુખ્ય પ્રવાહમાં જોડવા માટે મુત્સદ્દીગીરી અને શાંતિ-સમજાવટપૂર્વક સમજાવી-મનાવીને સરદાર પટેલે દાખવેલી કુનેહ અને પ્રતિબદ્ધતા વડે જે પડકાર ઝીલ્યો હતો અને જરૂર જણાઇ ત્યાં લોખંડી વલણ પણ દાખવી જાણ્યું, તે બદલ તેઓને આજે પણ એટલો જ આદર અને સન્માન અપાય છે.
સરદાર પટેલે શિક્ષણથી માંડીને સંશોધન કેન્દ્રો, આદિજાતિ વિકાસ, પ્રવાસન સુવિધાઓ, સામાજિક માળખાકીય બાબતો વગેરે સહિત અનેકવિધ ક્ષેત્રે બહુમૂલ્ય યોગદાન આપ્યું છે. સામાજિક વિકાસ ક્ષેત્રે તેમના ઉલ્લેખનીય પ્રદાન સંદર્ભે આ ભવ્ય અને આકર્ષક સ્મારક ઘણે અંશે સુસંગત છે.
અને તેઓએ કહ્યું ....


