સામાન્ય રીતે પૂછાતા પ્રશ્નો
સ્ટેચ્યુ ઓફ યુનિટી અને એકતા નગર ચાર-લેન રસ્તા દ્વારા ૩.૫ કિલોમીટરના અંતરે જોડાયેલા છે.
પાર્કિંગ એરિયાથી ટિકિટ કેન્દ્ર નજીક અને ચાલીને જઈ શકાય એટલા જ અંતરે છે.
કેન્સલેશન અને રિફંડની પોલિસી અહીં (https://soutickets.in) આપેલી છે. જે પ્રવાસીઓએ ઓનલાઈન અથવા ખૂબ વહેલી ટિકિટો બુક કરાવી હોય તેઓ માય ટિકિટ્સમાં લોગ-ઇન કરીને તેમની ટિકિટો રદ કરાવી શકે છે. આ પ્રવાસીઓને વેબસાઈટ પર જણાવવામાં આવેલી કેન્સલેશન પોલિસી પ્રમાણે ઓટોમેટિક રિફંડ આપવામાં આવશે. તે ઉપરાંત પ્રવાસીઓ ટિકિટ કાઉન્ટર પરથી પણ તેમની ટિકિટ અપગ્રેડ કરાવી શકે છે. અલબત્ત, એ ટિકિટની ઉપલબ્ધતા પર નિર્ભર કરે છે.
પ્રવાસીઓ ટિકિટની સોફ્ટ અથવા હાર્ડ કોપી સાથે રાખી શકે છે. જો કોઈ સંજોગોમાં બંને ટિકિટ ભૂલી જવાઈ હોય અથવા ખોવાઈ ગઈ હોય તો પ્રવાસી કોઈ પણ સ્માર્ટફોન પરથી http://soutickets.in ખાતે તેના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી લોગ-ઇન કરીને ટિકિટની સોફ્ટ કોપી મેળવી શકે છે.
હા. તમારી ટિકિટમાં બસ ટિકિટનો પણ સમાવેશ થાય છે અને તમારે બસ માટે કોઈ વધારાની ટિકિટ ચૂકવવાની રહેતી નથી.
ત્રણ વર્ષથી નાના બાળકો માટે કોઈ પ્રવેશ શુલ્ક નથી. અલબત્ત, ૩ થી ૧૫ વર્ષના બાળકો માટે પ્રવેશ શુલ્ક ચૂકવવો પડે છે.
હા. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ફૂડ કોર્ટની વ્યવસ્થા છે.
ટિકિટ એક દિવસ માટે માન્ય ગણાય છે.
હા, દિવ્યાંગ મુલાકાતીઓ માટે વ્હીલચેર્સની વ્યવસ્થા ઉપલબ્ધ છે.
રોકડ અને કાર્ડ એમ બંને પ્રકારે પેમેન્ટ સ્વીકારવામાં આવે છે. ખાસ નોંધ લેવી કે અહીં માત્ર ભારતીય ચલણનો જ સ્વીકાર કરવામાં આવે છે.
ના, તમારી ટિકિટ પર ફાળવવામાં આવેલા સમય પ્રમાણે જ તમે વ્યુઈંગ ગેલેરીની મુલાકાત લઈ શકો છો.
હા. વ્યુઈંગ ગેલેરી સુધી પહોંચવા માટે હાઈ-સ્પીડ એલિવેટર્સ અહીં ઉપલબ્ધ છે.
ના. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પાળેલા પ્રાણીઓને લાવવાની મનાઈ છે.
હા, અહીં અનેક જગ્યાએ શૌચાલયની વ્યવસ્થા છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત માટે આશરે પાંચ કલાક જેટલો સમય લાગે છે.
ના. વિદ્યાર્થીઓ માટે કોઈ વિશેષ છૂટ આપવામાં આવતી નથી.
હા. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અનેક ગાઈડ મળી રહે છે.
ફોર-વ્હીલર વાહનના પાર્કિંગ માટે શુલ્ક ચૂકવવું પડે છે. ટુ-વ્હીલર માટે નિઃશુલ્ક પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ છે.
તમે મંગળવારથી રવિવાર દરમિયાન http://soutickets.in ખાતે દર્શાવેલા સમય દરમિયાન ટિકિટ કેન્દ્રની મુલાકાત લઈ શકો છો
આ બાબતની જરાયે ચિંતા કરશો નહીં. સ્ટેચ્યુ ઓફ યુનિટીની ટીમ તમને મદદ કરવા માટે કાઉન્ટર પર હાજર હશે.
ના. વિદેશી મુલાકાતીઓએ કોઈ જુદી ટિકિટ ખરીદવાની નથી હોતી.