Now, it will be mandatory for all visitors visiting the Statue of Unity & other tourist attractions to wear masks and follow COVID Protocols of the Govt. Please note : " No entry without Masks "

કેટલીક વિવિધતાઓ

Fact 1

સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર વલ્લભભાઈ પટેલના જીવન અને કાર્યને વર્ણવે છે સરદાર પટેલ ભારતના આઝાદીના ચળવળના મોખરાના નેતા હતા. આ ઉપરાંત દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહપ્રધાન પણ હતા

Fact 2

ભારતની આઝાદી પછી દેશના લગભગ ૫૬૨ જેટલાં રજવાડાઓને એકત્રિત કરીને ભારતના મુખ્ય પ્રવાહમાં જોડવા માટે તેમણે કરેલા નોંધપાત્ર કાર્ય બદલ સરદાર પટેલનું નામ આજે પણ અત્યંત આદર અને સન્માન સાથે લેવાય છે

Fact 3

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી ૧૮૨ મિટર (૫૯૭ ફૂટ)ની ઊંચી છે. અમેરિકાના સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કરતાં તેની ઊંચાઈ લગભગ બમણી છે.

Fact 4

પ્રતિમામાં ૧૩૫ મિટરની ઊંચાઇએ દર્શક ગેલેરી આવેલી છે, જેમાં એક સાથે ૨૦૦ જેટલા મુલાકાતીઓ સમાઇ શકે છે અને સરદાર સરોવર બંધ તેમજ આસપાસના સાતપુડા અને વિધ્યાચળ પર્વતને ગિરિમાળાઓનાં સુંદર દૃશ્યોને નિહાળી શકે છે.

Fact 5

માત્ર ૪૬ મહિનાના ટૂંકા ગાળામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણકાર્ય પૂરું કરવામાં આવેલું છે

Fact 6

સ્ટેચ્યુ ઓફ યુનિટીનું સ્ટ્રક્ચર સેકન્ડના ૫૦ મિટર એટલે કે ૧૮૦ કિલોમિટર પ્રતિ કલાક પવન ફૂંકાતો હોય તો પણ તેની સામે ટકી શકે એવું મજબૂત છે. તેની ડિઝાઇન સિસ્મિક ઝોન-૪ માટે સક્ષમ હોય એ પ્રકારની તેમજ ધરતીકંપ સહી શકે એવા સ્ટ્રક્ચરની બનાવવામાં આવેલી છે

Fact 7

સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણમાં ૭૦,૦૦૦ મેટ્રિક ટન જેટલા સિમેન્ટના જથ્થાનો ઉપયોગ થયો છે

Fact 8

તેના નિર્માણમાં ૬૦૦૦ મેટ્રિક ટન સ્ટ્રક્ચરલ સ્ટીલ અને ૧૮,૫૦૦ મેટ્રિક ટન મજબૂત લોખંડના સળિયાનો ઉપયોગ થયો છે

Fact 9

સ્ટેચ્યુ ઉપર ૮મી.મી. ની જાડાઇનો કાંસાનો ઢોળ ચઢાવવામાં આવેલો છે

Fact 10

સ્ટેચ્યુ પરના જાકીટના બટનનો વ્યાસ ૧.૧મિટર છે

Fact 11

સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સરદારના પગના અંગૂઠાની ઊંચાઈ ૩.૬ મિટરની છે.

Close Menu