fbpx
NEWHon'ble Prime Minister of India Shri Narendra Modi has inaugurated Kevadia Railway Station and flagged off 8 trains connecting Kevdia to various regions of the country on 17th January, 2021.

એકતા નર્સરી

એકતા નર્સરીઃરાષ્ટ્રને સ્ટેચ્યુ ઓફ યુનિટી સમર્પિત કરતી વખતે માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ એકતા નર્સરીનો વિચાર રજૂ કર્યો હતો. તેમણે પર્યાવરણલક્ષી વ્યવહાર જાગ્રુતતા  ફેલાવવા પ્રવાસન આકર્ષણ તરીકે એકતા નર્સરી વિકસાવવા સૂચન કર્યુ હતું.

આ નર્સરી પ્રવાસીઓ માટે શિક્ષણ સહ પ્રદર્શન અને સ્થાનિક લોકોને રોજગાર પૂરો પાડવા એમ બે ઉદ્દેશ સર કરે છે. એકતા નર્સરીમાં ૧૦ લાખ છોડ ઉગાડવામાં આવ્યા છે. આનો મુખ્ય ઉદ્દેશ સમગ્ર કેવડિયામાં એકતાનું મૂલ્ય સમજાવવાનો છે.

એકતા હસ્તકલાઃ- અહી પ્રવાસીઓ વાંસ કામ, સોપારીના ઝાડના પાંદડામાંથી વાસણ અને ઓર્ગેનિક વાસણ નજર સામે બનતા જોઇ શકે છે અને ખરીદી શકે છે. આ પ્રદર્શન સહ વેચાણ એકમ છે.

વાંસકાપઃ જાગ્રુત ગ્રાહક બનીને પર્યાવરણ –રક્ષણના ઉદ્દેશ સાથે સહભાગી થઇ શકાય.

સોપારીના ઝાડના પાંદડાના વાસણઃ સોપારીના ઝાડ- પાનના વાસણ -સજીવ જીવજંતુઓ દ્વારા વિઘટિત થઇ શકે છે અને તે સોપારી અને તાડના ઝાડના પાંદડામાંથી બનતી પર્યાવરણલક્ષી વસ્તુ છે.

ઓર્ગેનિક વાસણઃ સજીવ દ્રવ્ય (જંતુઓ) દ્વારા વિઘટિત થઇ શકે તેવા પર્યાવરણલક્ષી વાસણ બનતા જોવાનો આનંદ અનેરો છે.

બોન્સાઇઃ વિશાળ વનના મીનીએચર બનાવવાની આકર્ષક કલાથી મુલાકાતીઓને પરિચિત કરવાના હેતુસર બોન્સાઇ બનાવટ તાલીમ અને પ્રદર્શન વિસ્તાર ઊભો કરવામાં આવ્યો છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટીની નજીક આ નવી નર્સરી શરૂ કરવામાં આવી છે. આ નર્સરીના પ્રારંભ પાછળ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઉદ્દેશ એવો છે કે જ્યારે પણ મુલાકાતીઓ અહીંથી પાછા જાય ત્યારે તેઓ આ નર્સરીમાંથી ‘પ્લાન્ટ ઓફ યુનિટી’ નામે એક રોપો લઈ જાય. પ્રારંભિક તબક્કે એક લાખ છોડનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે, જેમાંથી ૩૦ હજાર રોપા વેચવા માટે તૈયાર છે, જ્યારે બાકીના ૭૦ હજાર છોડ પણ ટૂંક સમયમાં જ તૈયાર થઈ જશે. આ છોડ મુલાકાતીઓ પ્રવેશદ્વાર પરથી જ લઈ શકશે, જ્યાં એક ખાસ સ્ટોલ બનાવવામાં આવ્યો છે. આ છોડ ઉગાડવા, તેની દેખરેખ અને વેચાણમાં સ્થાનિક યુવાનો સંકળાયેલા છે. આ ઉપરાંત એકતા નર્સરી દ્વારા બીજા અનેક પારંપરિક ઈકો-ફ્રેન્ડલી ઉત્પાદનો પણ વેચાણ માટે મૂકાશે, જેમાં આ ઉત્પાદનો બનાવવાથી લઈને અલગ અલગ પ્રક્રિયા નજરે નિહાળી શકે છે.

હાઇડ્રોપોનિકસ (જમીન વગર ખેતી):- ખેતીમાં નવી ટેકનોલોજી પ્રોત્સાહિત કરવા આ એકમ સ્થાપવામાં આવ્યો છે.

મધમાખીઃ- મધમાખીની ભૂમિકાના મહત્વને ધ્યાને લઇને મધમાખી ઉછેર કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે. મધમાખી ઉછેર કેન્દ્ર મધ પૂરું પાડે છે એટલું જ નહિ, પરાગરજ  પ્રસાર તરીકે પર્યાવરણ તંત્રમાં નોધનીય ભૂમિકા પણ ભજવે છે.

કડકનાથઃ- કડકનાથ કાળા રંગના રૂધિર –માંસ ધરાવતી કાળા રંગની મરધી છે. ભારતમાં જ જોવા મળતી આ મરઘીને હવે ભૌગોલિક નિર્દેશ (જીઆઇ) ટેગ પણ આપવામાં આવી છે. તેમાં પ્રોટીન (કોઇ પણ જાતની મરઘી કરતાં ૨૫ % વધુ) ચરબી, કેલ્શિયમ, નિકોટીનીક, લોહતત્ત્વ, એસિડ અને વિટામિન B1 , B2, B6, B12,  C અને E વધુ પ્રમાણમાં હોય છે અને ચરબીનું પ્રમાણ ઓછું હોય છે. કડકનાથનું માંસ મજજાતંતુ નબળાઇની સારવાર માટે ઉપયોગી છે. જયારે તેનું લોહી દીર્ઘકાલીન બીમારીઓની સારવાર માટે ઉપયોગી છે.

નર્સરીનો મધ્ય ભાગ તે વિસ્તારની પ્રાચીન આદિજાતિ સંસ્કૃતિ પ્રદર્શિત કરવા માટે સમર્પિત છે સ્થાનિક વ્યકિતઓ દ્વારા ઉપયોગમાં લેવાતી જુદી જુદી કલાત્મક ચીજ- વસ્તુઓ ધરાવતી ટ્રાઇબલ હટ મુલાકાતીઓને સ્થાનિક સંસ્કૃતિથી પરિચિત કરાવે છે. ગુજરાત વન વિકાસ નિગમ અને કુટિર અને ગ્રામીણ ઉદ્યોગ વિભાગ દ્વારા સોવેનિયર શોપની સ્થાપના કરીને ચલાવવામાં આવે છે.

મુલાકાતીઓને ખાસ કરીને હર્બલ ટ્રાઇબલ ટી અને આ પ્રદેશના વિશેષ પીણાની લહેજત આપવા કોફેટેરિયાની સ્થાપના કરવામાં આવે છે. અહીં મોટાભાગની પ્રવૃત્તિઓ કેવડિયાની આસપાસના ગામડાના મહિલા સ્વાશ્રયી જૂથો દ્વારા કરવામાં આવે છે. આ પહેલ સ્થાનિક લોકોના રોજગાર અને સામાજિક ઉત્કર્ષની દિશામાં યોગદાન આપે છે.

વળી, નર્મદા નદીના કાંઠે ભવ્ય વિંધ્યાચળ અને સાતપુડાની પર્વતમાળાથી શોભતો ખીણ પ્રદેશ અનેરૂં આકર્ષણ છે.

સુંદરતા શબ્દ કરતા અનુભૂતિથી વધુ માણી શકાય. આ નર્સરીના વ્યુઇંગ પોઇન્ટ પરથી વિશ્વના સૌથી ઊચા રોમાંચક સ્ટેચ્યુનો નજારો જોઇ શકાય છે.

બામ્બુ (વાંસ)

આ લઘુ ઉદ્યોગે અર્થવ્યવસ્થામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. વિશેષાધિકાર પ્રાપ્ત હોય એવા લોકોના સામાજિક જીવનના સ્તરને ઊંચું લાવવામાં આ બામ્બુ(વાંસ)નો સિંહફાળો છે. બામ્બુ એ લઘુ ઉદ્યોગ છે અને દુનિયામાં વપરાતી સૌથી જૂની સામગ્રી (વસ્તુ)માંથી એક છે. એક સર્વેક્ષણ અનુસાર આ ઉદ્યોગ તેની સાથે જોડાયેલા કારીગરોની સખત મહેનત અને ગ્રાહકોની વિશેષ જરૂરિયાતો પ્રમાણેની વસ્તુઓ બનાવવાની વિશેષતા ધરાવે છે.

અન્ય વૃક્ષોની સરખામણીએ બામ્બુ ઉગાડવાં એ સરળ અને ઓછું ખર્ચાળ છે. આને કારણે ખેડૂતો પર રોકાણનો ભાર હળવો થાય છે. બામ્બુ સરળતાથી ઊગે છે અને વધુ આવક આપે છે, કારણ તેના દરેક અંગનો અલગ અલગ રીતે ઉપયોગ થાય છે અને ખેડૂતને પૈસા રળી આપે છે.

અરેકા લીફ પ્લેટ્સ

ઈકો-ફ્રેન્ડલી ઉત્પાદન તરફ આગળ વધવાનો વધુ એક પ્રયાસ છે અરેકા લીફ પ્લેટ્સ.

અરેકા લીફ પ્લેટ્સના ફાયદાઃ

⦁ આ ઉત્પાદનો ઈકો-ફ્રેન્ડલી છે. તેનું સરળતાથી વિઘટન થાય છે અને તેમાંથી ખાતર બનાવી શકાય છે. 

⦁ આ ઉત્પાદન માટે ઝાડ કાપવાની જરૂર નથી રહેતી, નીચે પડેલાં પાંદડા ભેગા કરીને તેમાંથી જ ઉપયોગી ઉત્પાદન બનાવીને વેચવામાં આવે છે. નકામી વસ્તુઓમાંથી પૈસા કમાવવાના હેતુથી આ ઉપક્રમ શરૂ કરવામાં આવ્યો છે.

⦁ સામાન્યપણે પેપર કપ્સમાં જોવા મળતાં પોલિએથિલિન કોટિંગથી આ ઉત્પાદન મુક્ત છે. જેમાં કોટિંગ માટે મીણનો ઉપયોગ કરાય છે. આવા કોઈ પણ પ્રકારના રંગનો ઉપયોગ આ પ્લેટ્સમાં કરવામાં આવતો નથી.

ઓર્ગેનિક પોટ

આનો સૌથી મહત્ત્વનો અને મુખ્ય ફાયદો એ છે કે અન્ય પરંપરાગત પોટની સરખામણીએ આ ઓર્ગેનિક પોટ પર્યાવરણ માટે વધુ ફાયદાકારક છે. આ પોટ બનાવતી વખતે ખાસ કોઈ કચરો પેદા નથી થતો અને તે બનાવવા માટે ફરીથી ઉપયોગમાં લઈ શકાય એવી કાચી સામગ્રીનો ઉપયોગ કરાય છે. આ ઉપરાંત કાચી સામગ્રી સરળતાથી માટીમાં ભળી જાય એવી હોય છે. આ પોટ છાણ, માટી અને ચોખાના છોતરામાંથી બનાવવામાં આવે છે. આ પોટને કારણે પર્યાવરણને તો ફાયદો થાય જ છે, પણ તેની સાથે સાથે પોટ બનાવવાની મજૂરીમાં પણ ઘટાડો થાય છે. ઉપરાંત ઉપયોગ થઈ ગયા બાદ આ પોટ છોડ માટે ખાતરનું કામ પણ કરે છે. ટૂંકમાં, આ પોટ પર્યાવરણ માટે લાભકારક છે. 

બોન્સાઈ

આ એક એશિયન કળા છે, જેમાં કૃષિ ઓજાર અને પદ્ધતિનો ઉપયોગ કરીને એક વિશાળ વૃક્ષની નાની પ્રતિકૃતિ ઉગાડવામાં આવે છે. આવા વૃક્ષો ઉગાડવા અને બોન્સાઈ ટ્રી તરીકે તેમનું વેચાણ કરવું એ એક સારો શોખ છે, એટલું જ નહીં પણ સ્ટ્રેસ દૂર કરનારી એક પ્રવૃતિ પણ છે. 

સિરામિક પોટ

સુંદર મજાના શણગારેલા સિરામિક પોટ એ પારંપારિકની સાથે જ મોર્ડન કળા પણ છે, જેનું અહીં વેચાણ થશે.

આદિવાસી જનજાતિનું જીવન

નર્મદા એ મુખ્યત્વે ગ્રામીણ જિલ્લો કે વિસ્તાર છે. અહીં ગામડાના પારંપારિક મકાન જોઈ શકાશે. આ ઉપરાંત ગ્રામ્ય જીવનશૈલી, સંસ્કૃતિ અને પરંપરાઓથી પરિચિત કરાવવાનો પ્રયાસ થશે.

કડકનાથ

કડકનાથ એ કાળા રંગના મરઘાની પ્રજાતિ છે, જેના માંસ અને લોહીનો રંગ પણ કાળો જ હોય છે. આ પ્રજાતિના મરઘા માત્ર ભારતમાં જ જોવા મળે છે અને તેમનો સમાવેશ હવે જ્યોગ્રાફિકલ ઈન્ડિકેશન (જીઆઈ) હેઠળ કરવામાં આવે છે. અન્ય મરઘાની સરખામણીમાં આ મરઘામાં વધુ પ્રોટિન (૨૫ ટકા), અન્ય પોષક તત્ત્વો જેવા કે નિયાસિન, પ્રોટિન, ચરબી, કેલ્શિયમ, નિકોટિનિક, આયર્ન, એસિડ, વિટામિન બી-૧, બી-૨, બી-૬, બી-૧૨, વિટામિન-સી અને વિટામિન-ઈ જોવા મળે છે. મજ્જાતંતુઓની સારવારમાં આ મરઘાના માંસનો ઉપયોગ કરવામાં આવે છે, જ્યારે તેના લોહીનો ઉપયોગ જૂના ઘર કરી ગયેલાં રોગની સારવાર માટે કરવામાં આવે છે. 

મધુમક્ષિકા પાલન

મધુમક્ષિકા પાલન કે પછી મધમાખીનો ઉછેર એ મધમાખીઓનું ધ્યાન રાખવાની એક પ્રવૃત્તિ છે. મોટા ભાગની મધમાખી જિનસ એપીસ પ્રજાતિની છે. મધમાખી પાલનના અનેક ફાયદા છે, જેમાં મધ અને મીણ જેવા ઉત્પાદનોનો સમાવેશ થાય છે. મધ એ એક પોષક અને ઔષધીય ગુણધર્મ ધરાવતું ઉત્પાદન છે, જ્યારે મીણના પણ અલગ ફાયદા છે. આ ઉપરાંત પોલિનેશન (પરાગ કણ કે રજને ફેલાવવા)માં પણ મધમાખી મહત્ત્વનો ભાગ ભજવે છે. 

ટ્રાઈબલ ટી

ગ્રામીણ લોકો પાસે સામાન્ય ચાથી લઈને ઓર્ગેનિક ચા એમ અલગ અલગ પ્રકારની ચા ઉપલબ્ધ છે.
    ⦁ શંખપુષ્પી ચા
    ⦁ અરુડસી ચા
    ⦁ ગળો ચા
    ⦁ ફૂદીના ચા

ગુજરાત ફિશરીઝ ડેવલપમેન્ટ કોર્પોરેશન (જીએફડીસી) અને એકતા સેલ કાઉન્ટર

એકતા નર્સરીમાં વન્ય પેદાશો અને એકતા છોડના અલગ અલગ પ્રકાર જોવા મળશે અને આ છોડ તેમ જ ઉત્પાદનો એકતા સેલ કાઉન્ટર પર વેચાણ માટે ઉપલબ્ધ હશે.

Close Menu