Now, it will be mandatory for all visitors visiting the Statue of Unity & other tourist attractions to wear masks and follow COVID Protocols of the Govt. Please note : " No entry without Masks "

એકતા મોલ

એકતા મોલઃ- એકતા મોલ નામ જ વિવિધતામાં એકતાનું પ્રતિક છે. ભારતીય સંસ્કૃતિનું સીમાચિહ્રન છે. એકતા મોલ ખાતે હાથશાળ, હસ્તકલા અને પારંપરિક ટેકસટાઇલ શો રૂમ શરૂ કરવામાં આવ્યા છે. ભારતના જુદાજુદા રાજયોની હસ્તકલા અહીં એકતા અને રાષ્ટ્રીય અખંડિતતાનું પ્રતિનિધિત્ત્વ કરે છે. આ મોલ ૩૫,૦૦૦ ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલો છે.

અહીં વન સ્ટોપ શોપમાં નિરાંતે શોપીંગ થાય છે. અહીં ભારતના પરંપરાગત ટેકસટાઇલ અને કલાત્મક હસ્તકલાના વૈવિધ્યને માણવાની મજા અનેરી છે. આ મકાન બે માળનું છે અને તેમાં ૨૦ એમ્પોરિયમ છે. દરેક એમ્પોરિયમ ભારતના ખાસ રાજયની ઝાંખી કરાવે છે. હાથશાળ, હસ્તકલાની છૂટક ખરીદીનું આ સાચુ પ્લેટફોર્મ છે. આપણા દેશમાં ગ્રામીણ રોજગારી અને હસ્તકલા ક્લસ્ટરના સામાજિક વિકાસનો ભાગ છે.

એસઓયુ સોવેનિયર શોપઃ- સ્ટેચ્યુ ઓફ યુનિટિ નજીક સ્થિત એસઓયુ સોવેનિયર શોપ અને એકતા નગરના અન્ય ઘણા સ્થળો પરથી પ્રવાસીઓ અહીં ઉપલબ્ધ કેપ, ટી શર્ટ, સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતિ, પેન, કી-ચેઇન અને નોટ બુક જેવા મોમેન્ટો ખરીદીને સ્ટેચ્યુ ઓફ યુનિટી અને એકતા નગરના સંભારણા સાથે લઇ જાય છે.

ઇટીંગ પોઇન્ટઃ

એકતા ફૂડ કોર્ટઃ- ૧૬૧૭ ચો.મી. વિસ્તાર આવરી લેતી એકતા ફૂડ કોર્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે વિકસાવવામાં આવી છે. આ ફૂડ કોર્ટ આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ ઊભી કરવામાં આવી છે તે ૬૫૦ માણસો માટેની બેઠક ક્ષમતા ધરાવે છે. આ ફૂડ કોર્ટ આંતરરાષ્ટ્રીય અને ભારતીય બંનેની સર્વોત્તમ વાનગીઓની લહેજત કરાવે છે.

એસઓયુ ફૂડ કોર્ટઃ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ૮,૦૦૦ ચોરસફૂટ વિસ્તારમાં નવી ફૂડ કોર્ટ આકાર પામશે. આ ફૂડ કોર્ટ આંતરાષ્ટ્રીય ધોરણો મુજબ બનાવવામાં આવશે. તેમાં સાત રસોડા હશે અને તેની બેઠક ક્ષમતા ૬૫૦ માણસની હશે આ ફૂડ કોર્ટ આંતરરાષ્ટ્રીય અને ભારત  બંનેની સર્વોત્તમ વાનગીઓ ઉપલબ્ધ કરાવશે.

અમૂલ કાફેઃ- બસપાર્કીગ પાસે શ્રેષ્ઠ ભારત ભવન કેમ્પસમાં અમૂલ કાફે આવેલું છે.

Close Menu