Now, it will be mandatory for all visitors visiting the Statue of Unity & other tourist attractions to wear masks and follow COVID Protocols of the Govt. Please note : " No entry without Masks "

ડાયનો ટ્રેલ

પ્રાચીન કાળમાં જ્યારે ગોંદવન મહાખંડમાંથી ભૂભાગ ધીરે ધીરે છૂટો પડી રહ્યો હતો ત્યારે ભારત માડાગાસ્કર અને દક્ષિણ અમેરિકાથી છૂટું પડ્યું હતું. આ સમય દરમિયાન નર્મદાની ખીણમાં રાજાસોરસ નર્મદેન્સિસ નામે પ્રજાતિ જોવા મળતી હતી. આ પ્રજાતિ માત્ર ગુજરાતમાં જ જોવા મળતી હતી. ડાયનાસોરની આ નવી પ્રજાતિ વિશેની શોધખોળ વૈજ્ઞાનિકોએ વર્ષ ૨000માં કરી હતી. રાજાસોરસ નર્મદેન્સિસ નામમાં રાજાસોરસ સંસ્કૃત શબ્દ રાજા એટલે કે પ્રમુખ, સર્વોત્તમના અર્થમાં તથા પ્રાચીન ગ્રીક ભાષામાંથી સોરસ એટલે કે ગરોળી એમ ઊતરી આવ્યો છે. નર્મદેન્સિસ અહીં નર્મદા નદીના સંદર્ભે જોવામાં આવે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુલાકાતીઓ માટે વિંધ્ય પર્વતમાળા ખાતે આ રાજાસોરસની પ્રતિકૃતિ તેના વિશેષરૂપે નજરે ચડતા શિંગડાઓ સાથે મૂકવામાં આવી છે. આ પ્રતિકૃતિ મૂળ ડાયનોસોરની સરખામણીમાં ત્રણ ગણા કરતા વધારે વિશાળ બનાવવામાં આવી છે. તેના માથાથી લઈ પૂંછડી સુધી આશરે ૭૫ ફૂટ અને ૨૫ ફૂટની ઊંચાઈની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે.

આ લુપ્ત થયેલા ડાયનાસોરની પ્રજાતિની પ્રતિકૃતિઓને વિંધ્ય પર્વતમાળામાં એ રીતે મૂકાઇ છે કે જેથી મુલાકાતીઓને ડાયનાસોરના સમયગાળામાં જ્યારે આ વિશાળકાળ સરિસૃપ આ વિસ્તારમાં નિરાંતે ફરતા ત્યારે પૃથ્વી પર જીવન કેવું હતું એવો અંદાજ આવી શકે. આ ડાયનાસોર પાર્કના નિર્માણ દ્વારા લોકોમાં ગુજરાતના પ્રાગૈતિહાસિક સમયગાળા બાબતે જાગૃતિ આણવાનો પ્રયાસ કરાયો છે. તે ઉપરાંત બાળકોને પણ ડાયનાસોરના જૈવિકશાસ્ત્ર બાબતે જાણકારી મળી રહે છે.

વિંધ્ય પર્વતમાળામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની નજીક રાજાસોરસનું સ્થાન ભારતના ગુજરાત રાજ્યમાં રાજપીપળા જિલ્લામાં એકતા નગર નજીક છે.

ડાયનો ટ્રેલ: રાજાસૌરસ નર્મદેનસીસ – (નર્મદાના કોતરોના વતની ડાયનોસરનું)

નર્મદાના કોતરોમાં  તાજેતરમાં થયેલા ઉત્ખનનથી ડાયનોસરની એન્ડેમિક પ્રજાતિ રાજાસૌરસ નર્મદેનસીસના અવશેષો મળી આવ્યા હતા. નર્મદા ખીણમાં ક્રેટાશિયસ (લગભગ ૧૪૪૦ અને ૬૫૦ લાખ વર્ષ પહેલાં) સમયગાળાના આ પુરાતન અવશેષો રોચક છે. જુરાસિક સમયગાળો (૧૪૫૦ લાખ વર્ષ પહેલાં) અને પેલોજીન (૬૬૦ લાખ વર્ષ પહેલાં) સમયગાળા વચ્ચે ક્રેટાશિયસ (K સમયગાળા તરીકે પણ ઓળખાય છે) સમયગાળાના આ અવશેષો છે.

ઇતિહાસમાં રાજાસૌરસ નર્મદેનસીસ ભારતના ક્રેટાશિયસના ઉત્તરાર્ધમાં જોવા મળેલા કાર્નિવોરસ અબેલીસૌરીડ થેરોર્પાડ ડાયનોસરની પ્રજાતિ છે.આપણામાંથી ઘણા ઓછા જાણતા હશે કે, ભારત એકવાર ટ્રીરાસીકના પ્રારંભથી ક્રેટાશિયસ સમયગાળો પૂરો થયો ત્યાંસુધી અસંખ્ય ડાયનોસરનું ઘર હતું. ભારતમાં ગુજરાત ખૂબ થોડાક રાજયો પૈકીનું એક છે. જયાં ડાયનોસરના અવશેષો પુષ્કળ પ્રમાણમાં મળી આવ્યા છે. રાજાસૌરસ ભારતમાં ક્રેટાશિયસના ઉત્તરાર્ધમાં જોવા મળેલા કાર્નિવોરસ એબેલીસૌરીડ થેરોર્પાડની પ્રજાતિ છે. પશ્ચિમ ભારતના ગુજરાત રાજય (સંભવતઃ હાલની નર્મદા નદી વેલી) માં લેમેટા બંધારણ (મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્ર, ભારતમાં મળી આવેલ જળકૃત ખડકો) ના ઉત્ખનન દરમ્યાન અસ્થિ મળી આવ્યા હતા.

જેનેરિક નામ રાજાસૌરસ સંસ્કૃત શબ્દ રાજા (એટલે ‘‘કીંગ, શાસક મોવત કે સર્વેસર્વા‘‘) માંથી ઉતરી આવ્યો છે. પ્રાચીન ગ્રીકમાં સૌરસનો અર્થ ‘‘ગરોળી‘‘  થાય છે અને તેનું ખાસ નામ નર્મદેનસીસમાં મધ્ય ભારતની નર્મદા નદીનો સંદર્ભ છે અહીં તે મળી આવ્યા હતા.

આકર્ષક પ્રતિકૃતિઃ- મુલાકાતીઓ માટે ખાસ શિંગડાવાળા એન્ડેમિક ડાયનોસરની પ્રતિકૃતિ તૈયાર કરીને પ્રદર્શિત કરવામાં આવી છે. આ પ્રતિકૃતિ અંદાજી મૂળ કદ કરતાં ત્રણ ગણી મોટી છે; તેની લંબાઇ ૭૫ ફૂટ અને ઉંચાઇ ૨૫ ફૂટ છે. આનાથી મુલાકાતીઓને પૃથ્વી અને માનવ ઇતિહાસની ઉત્ક્રાન્તિની ઝાંખી થાય છે. આ વિસ્તારમાં વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિના વૈવિધ્ય પરત્વે લોકોને જાગ્રુત કરવાનો આ પ્રયાસ છે.આ સ્થાપત્યને એ રીતે મૂકવામાં આવ્યું છે કે, જેથી મુલાકાતી લુપ્ત થયેલા મહાકાય વન્ય પશુની હાજરી અનુભવી શકે. લાખો વર્ષ પહેલાં પૃથ્વી પરના અન્ય જીવનની અનુભૂતિ આ રીતે જીવંત બનાવાઇ છે. વિંધ્યાચળના જંગલોની વચ્ચે પ્રકૃતિની આ યાત્રા છેક રાજાસૌરસ નર્મદેનસીસસ સુધી લઇ જાય છે. આ સૌંદર્ય ક્ષણોમાં પ્રાગ ઐતિહાસિક યુગનું ચિત્ર આપણી સમક્ષ ખડું થાય છે. તે સમયે નર્મદાની કોતરોના પ્રાગ ઐતિહાસિક જંગલોમાં આ મહાકાય પશુઓ નિરાંતે વિહરતા હતા.

રાજા સૌરસ ગુજરાત રાજય માટે પ્રવાસન આકર્ષણ બન્યું છે. જુરાસિક પાર્ક ફિલ્મ અને ટીવી શોના કારણે ડાયનોસરની લોકપ્રિયતા વઘતી જાય છે. તેથી ખાસ કરીને યુવા પેઢીમાં તેનું આકર્ષણ ઘણું છે. ડાયનોસરના રમકડાની વઘતી જતી માંગ પણ આના આકર્ષણનું બીજું કારણ છે.

વધુ માહિતી માટે સંપર્કઃ

ઓફિસ ઓફ કર્ન્ઝેવેટર ઓફ ફોરેસ્ટ,

નર્મદા ફોરેસ્ટ ડિવિઝન,

વાડિયા જકાતનાકાની બાજુમાં,

રાજપીપળા – ૩૯૩૧૪૫૩

E-mail: dcfnarmada@gmail.com

ફોનઃ ૦૨૬૩૦-૨૨૦૧૩

ફેક્સઃ ૦૨૬૩૦-૨૨૦૧૩

Close Menu