ડિજિટલ પહોંચ
ડિજિટલ પહોંચ
ગુજરાત સરકાર અને સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડે ભારતનું પ્રથમ અને એકમાત્ર ડિજિટલ ક્રાઉડ ફંડિંગ પ્લેટફોર્મ શરૂ કર્યું. આ યોજના અંતર્ગત ટેક્નોલોજીના પારદર્શી ઉપયોગ દ્વારા નર્મદા જિલ્લામાં સામાજિક તથા માળખાકીય સુવિધાઓમાં વધારે સુધાર લાવવાનો હેતુ હતો.
સુવ્યવસ્થિત રીતે ડિજિટલ જાગૃતિ લાવવા માટેનું અભિયાન હાથ ધરાયું. અ અભિયાન અંતર્ગત સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટની વધારે સારી સમજ, પ્રોજેક્ટની પ્રગતિ બાબતે સમયસર અને સામે ચાલીને માહિતી આપવી, ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં તથા રજવાડાઓના વિલિનીકરણમાં સરદારની ભૂમિકા બાબતે જાગૃતિ આણવામાં આવી હતી.
આ અભિયાન અંતર્ગત હાથ ધરાયેલી વિવિધ પ્રવૃતિઓ જેવી કે ડિજિટલ એડવર્ટાઈઝિંગ, વિવિધ કાર્યક્રમો બાબતે સોશિયલ મિડિયા પર અપાતી માહિતી, સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથેની સેલ્ફી સ્પર્ધા, વન-ક્લિક ડિજિટલ રજિસ્ટ્રેશન પ્રોસેસ વગેરે દ્વારા લોકો સાથે વધારે સંવાદ સ્થાપવામાં સફળતા મળી.
ગ્રાઉન્ડ પર પ્રવાસીઓને ડિઝાઈન, ફોટોગ્રાફી, ટેક્નોલોજી તથા સાઈટ વિશે સમજણ આપવા માટે વિશેષરૂપે એક ટીમ તૈયાર કરવામાં આવી હતી. આ ટીમ દ્વારા પણ આ બે મહત્ત્વના કાર્યક્રમ દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટીની માર્કેટિંગ પ્રવૃતિઓ વધારે લોકોને નજરે ચઢે તથા પ્રોજેક્ટની માહિતી તથા વિશેષતાથી લોકોને વધારે માહિતગાર કરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
ગ્રાઉન્ડ પર થતી પ્રવૃત્તિઓ, ડિજિટલ તથા સોશિયલ મીડિયાના માધ્યમ તથા વિવિધ અભિયાનો યોગ્ય સમૂહો અને લોકોનું ધ્યાન ખેંચવામાં સફળ રહ્યા હતા. આ માધ્યમોમાં ઓનલાઈન ન્યૂઝ પોર્ટલ્સ, શોપિંગ અને ટ્રાવેલિંગ પોર્ટલ્સ, સોશિયલ મિડિયા તથા વિવિધ સર્ચ એન્જિન્સનો સમાવેશ થાય છે.