સાયકલ ટુર
કેવડિયામાં સાયક્લીંગની મોજ માણો
ઝરવાણી અને ખલવાણી સાયકલીંગ પ્રવાસઃ- પહાડી વિસ્તારમાં પવનની લહેરો વચ્ચે વિંધ્યાચળ અને સાતપુડાના નિતાંત સૌંદર્યને સાયકલ પર માણવાની તક અહીં જ છે. સાયકલ પર સવાર થઇને આ વિસ્તાર ખેડવાનો અનુભવ અનેરો છે. આરોગ્યપ્રદ પાણીના વહેણમાં ઘટાટોપ જંગલમાં પ્રકૃત્તિના તમામ તત્ત્વો પ્રદાન કરતો આ વિસ્તાર ચિત્રમય સુંદરતા, સુક્ષ્મ સજીવ સૃષ્ટિ અને સંસ્કૃતિથી ભર્યોભર્યો છે. સાયકલ પર આ વિસ્તાર ખૂંદવોએ જીવનનો અવિસ્મરણીય આનંદ છે.
ટુર-ડી-ખલવાણી
ટુર–ડે–ખલવાણીઃ–
પ્રવાસ આકર્ષણઃ– આ પરિવારલક્ષી પ્રવાસ છે તેમાં બાળકોની નાની સાયકલ, યુગલ માટે બે બેઠકવાળી સાયકલ અને નિયમિત સાયકલનો સમાવેશ થાય છે.
- કુલ પ્રવાસ અંતરઃ ૧૪ કિલો મીટર
- પ્રવાસ સમયગાળોઃ ૩ કલાક, આ પ્રવાસ ૩૬૫ દિવસ માટે કાયદેસર છે.
- પ્રવાસ સમય: ૧૨:૦૦ બપોર થી ૩:૦૦ અને ૩:૦૦ થી ૬:૦૦
- પ્રવાસ વિગતોઃ રોલીંગ ટ્રેન
- પ્રવાસ ક્ષમતાઃ દરેક પ્રવાસ દીઠ ૩૦ સહેલાણીઓ
- સમાવેશઃ ગિયર વગરની સાયકલ
- રસ્તે મળતી સવલતોઃ પીવાનું પાણી, ફળો, ચા, હળવો નાસ્તો
- અન્ય સવલતોઃ ૧ ભોમિયો, ૧ ફલોટ એસ્કોર્ટ અને ૧ પ્રવાસ એસ્કોર્ટ રાઇડ પૂરી થાય ત્યાં સુધી ઉપલબ્ધ રહેશે.
- કિંમત દરઃ પ્રવાસી દીઠ (૨૦ સંખ્યા) અને યુગલ માટે બે બેઠકવાળી સાયકલ માટે રૂ.૫૫૦/- (વધુમાં વધુ ૦૫ યુગલ)
- પ્રારંભ પોઇન્ટઃ સરદાર સરોવર બંધ પાર્કીગ (વ્યુ પોઇન્ટ ૦૧)
ટુર-દી-ઝરવાની
ટુર – ડે– ઝરવાણીઃ–
- પ્રવાસ આકર્ષણઃ- ડુંગરાળ વિસ્તારમાં સાયકલ રાઇડ રોમાંચક અનુભૂતિ આપે છે.
- કુલ પ્રવાસ અંતરઃ-૨૨ કિલો મીટર
- પ્રવાસ સમયઃ- ૩ કલાક ૩૦ મિનિટ આ પ્રવાસ ૩૬૫ દિવસ માટે માન્ય છે.
- પ્રવાસ વિગતોઃ- મધ્યમ પર્વતારોહણ અને ઢોળાવ પર યોગ્ય રાઇડ
- સવલતઃ- સુંદર પ્રકૃતિ વચ્ચે પ્રોત્સાહક યોગ સેશન
- માર્ગમાં મળતી સવલતઃ- પીવાનું પાણી, ફળો, ચા, સ્થાનિક વાનગીઓ મુખ્ય આહાર
- અન્ય આકર્ષણઃ- ૧ ભોમિયો, ૧ એસ્કોર્ટ અને ૧ ટુર એસ્કોર્ટ રાઇડ પૂરી થાય ત્યાં સુધી સાથે રહેશે.
- સલામતી સુરક્ષાઃ- ૪ વ્યકિતની બેસવાની ક્ષમતા સાથે એક સપોર્ટ વાહન એક સ્ટેન્ડ બાય સાયકલ તેમજ મેડિકલ કીટની સવલત સમગ્ર ટ્રીપ દરમ્યાન રાઇડરને મળશે.
- પ્રવાસ સમયઃ- સવારે ૬.૦૦ થી ૯.૩૦ કલાક અને બપોરે ૨.૩૦ થી ૪.૦૦ કલાક
- પ્રવાસ સભ્ય સંખ્યાઃ- દરેક ટ્રીપ દીઠ ર૦ પ્રવાસીઓ
- ટિકિટ દરઃ- પ્રવાસી દીઠ રૂ.૧,૦૦૦/- (વધુમાં વધુ ૧૦ પ્રવાસી)
- આરંભ પોઇન્ટઃ- શ્રેષ્ઠ ભારત ભવન (રમાડા હોટલ)
For more details visit our official website www.statueofunity.in or our Helpdesks at Shrestha Bharat Bhavan and Statue of Unity
Contact Details:
સંપર્કઃ અભિષેક ચંદાવત, સંપર્ક નં.+91 7300388555.
Email: cycletour@motosportpark.com