fbpx
NEWHon'ble Prime Minister of India Shri Narendra Modi has inaugurated Kevadia Railway Station and flagged off 8 trains connecting Kevdia to various regions of the country on 17th January, 2021.

બાળકોનું ન્યુટ્રિશન પાર્ક

ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્ક : ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્ક અનોખો થીમ પાર્ક છે ભારતના આદરણીય વડાપ્રઘાનશ્રી નરેન્દ્ર મોદીના પ્રસ્તાવથી તૈયાર કરાયેલો આ પાર્ક કેવડિયા સંકલિત વિકાસનો ભાગ છે. તેમાં ઉચ્ચ કક્ષાના આનંદ સાથે ‘’સહી પોષણ દેશ રોશન’’ શીર્ષક હેઠળ તંદુરસ્ત આહાર આદતો અને પોષણ મૂલ્ય વિષે બાળકોને વ્યાપક જાણકારી આપવામાં આવે છે. સમગ્ર પાર્ક બાળકોના લાભાર્થે આઘુનિક ટેકનોલોજીનો સઘન ઉપયોગ કરીને બનાવાયો છે. તેનાથી બાળકો પાર્કની મુલાકાત લેવા પ્રોત્સાહિત થાય છે.

વ્યાપ અને આકર્ષણ : ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્ક કેવડિયામાં વિશ્વના સૌથી ઊંચી પ્રતિમા – સ્ટેચ્યુ ઓફ યુનિટીને અડીને અને સરદાર સરોવર ડેમની નજીક બાંઘવામાં આવ્યો છે. આ પાર્કની મુખ્ય ખાસીયત ન્યુટ્રિ ટ્રેન છે. ટ્રેન ૬૦૦ મીટર લાંબા ટ્રેક પર દોડે છે અને બાળકોને વિવિધ સ્ટેશનો પર લઇ જાય છે.

ન્યુટ્રીસિયશ સ્ટેશન્સ: ન્યુટ્રી ટ્રેન રાઇડમાં દિવ્યાંગ બાળકો માટે વ્હીલ્ચેરની પણ જોગવાઇ છે. ટ્રેન એકતા જંકશનથી શરૂ થાય છે. અહીં પાર્કના માસ્કોટ મંગુશભાઈ મુલાકાતીઓને આવકારે છે, પાર્ક વિષે ટૂંકમાં સમજાવે છે. માર્ગે આવતા દરેક સ્ટેશને દ્રશ્ય શ્રાવ્ય માઘ્યમથી પોષણના જુદા જુદા પાસાઓથી બાળકોને માહિતગાર કરવામાં આવે છે.

આ માર્ગે સૌથી પ્રથમ સ્ટેશન “ફળશાક ગૃહમ’’ આવે છે. આ સ્ટેશને એનિમેશન રૂપે કિશન કુમાર નામના ભારતીય ખેડૂત મળે છે. હોલોગ્રામ (લેસર કિરણની મદદથી કંડારેલી આકૃતિ) માં દેખાતા કિશન કુમાર કૃષિ, વાવેતર, માવજત અને લાગાણી વિશે વાત કરે છે. અહીં રમતો અને સંપર્ક પેનલ છે. જેનાથી તાજા શાકભાજી અને ફળોની માહિતી મળે છે. ફળો જુદા જુદા આવશ્યક પોષણમાં કેવું યોગદાન આપે છે અને પ્રતિરક્ષણ વોરિયર તરીકે કેવી ભૂમિકા ભજવે છે તેની વાત કરવામાં આવી છે.

આ માર્ગે આવતું બીજું સ્ટેશન છે ‘’પાયો નગરી’’ અહીં ૧૦ વર્ષનો એનિમેટેડ ‘’જનાર્ઘન’’ માસ્કોટ છે. તે પડદા પર દેખાય છે અને વર્ચ્યુઅલ મદદનીશ ઘ્વારા બાળકો સાથે સંવાદ કરે છે. તે બાળકોના પ્રશ્નોના જવાબ આપે છે, તેમને મનોરંજન આપે છે અને દૂઘ અને દૂઘની બનાવટોનું મહત્વસમજાવે છે. પાયો નગરી સ્ટેશન પર ‘’ફીડ ઘ કાઉ’’, ‘’ચર્ન ઘ બટર’’, ‘’કાઉ સ્ટેન્ડસ આઉટ’’ અને ‘’મિલ્ક સ્ટોરી ઈન હોલોગ્રામ બોકસ’’ જેવી ઘણી સક્રિય રમતો છે. આનાથી આ સ્થળ બાળકોને મનોરંજન સાથે માહિતી આપતું પ્રોત્સાહક સ્થળ બની રહે છે.

બીજા સ્ટેશન પછી ત્રીજું સ્ટેશન આવતા પહેલા એક લાંબી ટનલ આવે છે. અહીં લાઈટ અને સાઉન્ડ શોથી કાલ્પનિક ખેતર દર્શાવવામાં આવે છે.

ત્રીજું સ્ટેશન છે‘’અન્નપૂર્ણા’’ અહીં ડીઝીટલ માસ્કોટ – મા, હોલોગ્રામ પ્રોજેકશનથી પ્રેમાળ માહિતીસભર ગીત ગાઈને બાળકોને આવકારે છે. આ ગીતથી બાળકોને ઘરે રાંઘેલો આહાર સારા સ્વાસ્થ્ય માટે જરૂરી હોવાનો સંદેશ મળે છે. તંદુઉપરાંત ‘સ્પાઇસ ઇટ રાઇટ ’’(વાનગી આઘારિત વીડિયો ગેમ) અને ‘’પ્લેટ ઈટ રાઈટ’’(ટચ ટેબલ પ્લેટિંગ ગેમ) જેવી ડીઝીટલ રમતોથી બાળકો ખુશ થાય છે.

ચોથું સ્ટેશન છે ‘’પોષણ પૂરમ’’આ સ્ટેશન ‘શકિત’’નામની ૧૧ વર્ષની છોકરી માસ્કોટ છે. તે પ્રોત્સાહક છે અને બાળકોને આવકારીને આપણા શરીરના સંપૂર્ણ પોષણ માટે જરૂરી બે તત્ત્વો ગરવાળા ફળ – બીજ અને પાણીનું મહત્વ સમજાવે છે. આ સ્ટેશનને ફળ-બીજ વિષેની ઘણી ફિલ્મો બતાવીને કૃત્રિમ કુવામાં પ્રોજેકશન કરીને પાણી અને હાઈડ્રેશન વિષે વાત કરવામાં આવે છે.

પાંચમું અને છેલ્લું  સ્ટેશન છે ‘’સ્વસ્થ ભારતમ’’ આ સ્ટેશનને રોજ બરોજના જીવનમાં શારીરિક પ્રવૃત્તિ અને યોગ અપનાવવા તેમજ ભારતના રમત-ગમત ક્ષેત્રે ગુરુ-શિષ્ય પંરપરા પ્રોત્સાહિત કરવામાં આવે છે. આ સ્ટેશને આભાસી ટેનિસ, ક્રિકેટ, ફન ફીલ્ડ ડાન્સ પ્લેટફોર્મ, આઈસ હોકી વગેરે જેવી ઘણી રમતો છે.

અન્ય આકર્ષણો:-

આ પાંચ સ્ટેશનો ઉપરાંત મિરર મેઝ સ્થિત યુનિટી થિયેટરમાં  ‘‘ ભારતીય થાળી ‘‘ નામનું 5-D ફિલ્મ દર્શાવવામાં આવે છે. ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક પાસે આવેલું આ થિએટર મુલાકાતીઓને અરીસા મૂકીને ઊભા કરેલા મેજિકથી ઉત્સાહ અને આનંદ આપે છે. ખાસ નાના બાળકોને ઘ્યાને રાખીને આ પ્રયોગ કરવામાં આવ્યો છે.

ન્યુટ્રિહન્ટ બિલ્ડીંગ અને ગેમ ઝોન બીજા મુખ્ય આકર્ષણો છે. ન્યુટ્રિ હન્ટ બિલ્ડીંગમાં જંગલ જીમ અને ટ્રેઝર હન્ટ જેવી બાળકો માટેની મનોરંજક સક્રિય પ્રવૃત્તિઓ છે. ગેમીંગ ઝોનમાં ઝોર્બ બોલ ગેમ, સાયકલીંગ ગેમ અને ફૂટબોલ ગેમ ઘણી ઉત્સાહ પ્રેરક છે. ચોકકસ ફોટોગ્રાફી માટે સેલ્ફી પોઈન્ટ અને પોષક અને તંદુરસ્ત આહાર જ પૂરો પાડતા ન્યુટ્રિ કાફે  પણ આકર્ષણનું કેન્દ્ર બને છે.સ્ટેચ્યુ ઓફ યુનિટીની નજીક આવેલો ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક સ્થળલક્ષી મહત્વઘરાવે છે.  ટેકનોલોજીનો સઘન ઉપયોગ કરીને બનાવાયેલો આ થીમ આઘારિત પાર્ક દેશમાં ટ્રેન્ડ સેટર બન્યો છે.

પ્રખ્યાત વ્યકિતઓનું યોગદાન: ભારતના અગ્રગણ્ય ન્યુટ્રીશનીસ્ટ સુશ્રી રુજુતા દીવાકરે ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક અને તેની જુદી જુદી ખાસિયતો વિકસાવવામાં ગુજરાત સરકારને મદદ કરીને ઘણું માર્ગદર્શન પૂરું પાડયું છે. ભારતના પીઢ અભિનેત્રી વહીદા રહેમાનજીએ પણ આ પ્રોજેકટમાં ભાગ લઈને હોલોગ્રામ પ્રોજેકશન પર લાગણીસભર અને માહિતીપ્રદ ગીત સાથે માતાની ભૂમિકા ભજવી છે. આ ગીત આઈકોનિક પ્લેબેક સીંગર આશા ભોશલેજીએ ગાયું છે. આ અનોખો થીમ પાર્ક ભારતમાં પ્રથમવાર બન્યો છે. ભારતમાં જ નહી પણ સમગ્ર વિશ્વમાં બાળકો અને માતા પિતા માટે મુખ્ય આકર્ષણ કેન્દ્ર બન્યો છે.

બાળકોનું પોષણ એ માત્ર માતા-પિતા જ નહીં પણ આખા રાષ્ટ્રનો વિષય છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની નજીક બનાવવામાં આવેલું આ ચિલ્ડ્રન્સ ન્યુટ્રિશન પાર્ક કેવડિયા ટુરિઝમનું મહત્વનું આકર્ષણ પુરવાર થશે.

ઉદ્યાનના મહત્વના આકર્ષણોઃ

સ્વાગત સ્થળ (ટુરિસ્ટ ઈન્ફર્મેશન સેન્ટર)ની નજીક જ આ ન્યુટ્રિશન પાર્ક ઊભું કરવામાં આવેલ છે, જે બાળકો અને માતા-પિતાને માહિતી આપવાનું કામ કરશે. આ ઉદ્યાન શરૂ કરવા પાછળનો મુખ્ય હેતુ પોષણના જુદા જુદા મુદ્દાઓને દર્શાવવાનો છે. 

મુલાકાતીઓ આ પાર્કની ટૂર ટ્રેનમાં ફરી શકશે. આ પ્રવાસમાં મુલાકાતીઓ અલગ અલગ સ્ટેશનની મુસાફરી કરશે અને રમત-ગમત, સંવાદ અને વર્ચ્યુઅલ રિયાલિટી ગેમ્સનો આનંદ માણી શકશે. બાળકો અને તેમના માતા-પિતા માટે પોષણ વિશેની માહિતી મેળવવાનો, કૃષિવિષયક, ખાદ્યપદાર્થોની પ્રક્રિયા જાણવાનો આ એક આનંદદાયક અને અનોખો અનુભવ પુરવાર થશે.

સમય:

મંગળવારથી શુક્રવાર –  સવાર 10:00 થી સાંજ 06:00
શનિવાર અને રવિવાર –   સવાર 09:00 થી સાંજ 06:00

Close Menu