Now, it will be mandatory for all visitors visiting the Statue of Unity & other tourist attractions to wear masks and follow COVID Protocols of the Govt. Please note : " No entry without Masks "

કેકટસ ગાર્ડન

કેકટસ ઉદ્યાન:સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કેકટસ ઉદ્યાન અનોખો બોટનિકલ ગાર્ડન છે. થોર અને રસદાર-જાડાં પાંદડાવાળા વનસ્પતિની અસંખ્ય પ્રજાતિઓ અહીંનું આકર્ષણ છે. કેકટસ ગાર્ડન વિકસાવવા પાછળ મુખ્ય ઉદ્દેશ ચારોતરફ હરિયાળીની વચ્ચે રણ પર્યાવરણનો અનુભવ કરાવવાનો છે. ૨૫ એકર ખુલ્લી જમીનમાં ૪૫૦ પ્રજાતિઓના ૬ લાખ છોડ છે. અંદરના ભાગે એક ૮૩૬ ચો.મી વિસ્તારમાં ફેલાયેલો ગુંબજ  છે.

ભવ્ય નજારોઃ- ભવ્ય સ્થાપત્ય સાથે વિકસાવવામાં આવેલુ ગ્રીનહાઉસ થોર અને જાડા પાંદડાવાળી લગભગ ૪૫૦ રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય પ્રજાતિઓની વસાહત છે. અહીં મુખ્યત્વે ઉત્તર અને દક્ષિણ અમેરિકા અને આફ્રિકન ખંડના ૧૭ દેશોના થોરની પ્રજાતિઓ વિકસાવવામાં આવી છે. અનોખા ફૂલોથી આચ્છાદિત શૈલોદ્યાન (રોપા માટે બનાવેલી કૃત્રિમ ટેકરી) આ ઉદ્યાનની મોટી સમૃદ્ધિ છે. રંગીન થોર અને પહોળા પાંદડાવાળી વનસ્પતિના ભૂપૃષ્ઠથી મોહક બનેલો આ ઉદ્યાન વિધાર્થીઓને શૈક્ષણિક અને અભ્યાસની તક પણ પૂરી પાડે છે. અને પ્રકૃતિના જ્ઞાનને આત્મસાત કરવાનો ઉત્સાહ જગાડે છે.

મુળ ઉત્પત્તિ થોર અને જાડા પાંદડાવાળીવનસ્પતિઓ ખાસ કરીને અનિયમિત વરસાદના કારણે બદલાતા હવામાન સાથે અનુકૂળ થઇને સામાન્ય વાતાવરણમાં વૃદ્ધિ પામે છે. મોટાભાગની થોરની વનસ્પતિ મૂળે અમેરિકન વનસ્પતિ છે અને હૂંફાળા અને સૂકા વ્યાપક વિસ્તારોમાં વૃદ્ધિ પામે છે.

કેકટસ ઉદ્યાનની ખાસિયતોઃ

  • ૮ કિ.વોટની સોલાર પેનલ
  • જાડા પાંદડાવાળી વનસ્પતિ અને કલમ કરાયેલી થોર વનસ્પતિ માટેની નર્સરી.
  • જમીન ધોવાણ નિવારવા માટે પાથરવામાં આવેલો જમીન ધોવાણ નિયંત્રક બ્લેન્કેટ.

કેકટસ ઉદ્યાન ખાતે પ્રજાતિઓ અને વનસ્પતિઃ

  • છોડ-રોપની કુલ સંખ્યાઃ- ૬.૦ લાખ
  • થોર વનસ્પતિઃ- ૧.૯ લાખ
  • જાડા પાંદડાવાળી વનસ્પતિઃ- ૧.૬ લાખ રોપા છોડ
  • સુશોભન માટેનું વનસ્પતિ વાવેતરઃ- ૨.૫ લાખ

સ્ટેચ્યુ ઓફ યુનિટીની નજીક જ આવેલું છે આ અનોખુ કેકટ્સ ગાર્ડન. આ ગાર્ડનમાં થોરની અલગ અલગ પ્રજાતિ જોવા મળે છે. થોર એ એક આકર્ષક અને અલગ અલગ આકાર અને કદમાં ઊગતો છોડ છે. સામાન્યપણે જાડા અને માવાવાળા પાંદડાવાળી આ વનસ્પતિ વિષમ પરિસ્થિતિમાં જ ઉગે છે. આ ઉપરાંત ધરતીની સૌથી સૂકા ગણાતા એટાકામા ડેઝર્ટમાં પણ થોર જોવા મળે છે. થોરના જાડા અને ચમકદાર ભાગમાં પાણી એકઠું થાય છે. જોકે ઘણા બધા થોરના પાંદડાની આસપાસમાં કાંટા હોય છે અને આ કાંટા થોર માટે ખૂબ જ મહત્ત્વના હોય છે. તે પ્રાણીઓને થોરના પાંદડા ખાઈ જતા અટકાવવા ઉપરાંત તે આસપાસની હવાના પ્રવાહથી પણ થોરનું રક્ષણ કરે છે, જેને કારણે થોરના પાંદડામાં એકઠા થયેલાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે. થોરના પાંદડાની ગેરહાજરીમાં તેની મોટી અને મજબૂત ડાળખીઓ ફોટોસિન્થિસીસ (લીલી વન્સ્પતિઓ કાર્બન ડાયોક્સાઈડ અને પાણીમાંથી સૂર્યપ્રકાશની શક્તિની મદદથી વિવિધ મિશ્ર પદાર્થો બનાવે છે એ પ્રક્રિયા)નું કામ કરે છે. થોર એ મૂળ તો અમેરિકાની વનસ્પતિ છે. આ ઉપરાંત તે પેટાગોનિયા, કેનેડાના ઉત્તર અને દક્ષિણ ભાગમાં પણ જોવા મળે છે. આફ્રિકા અને શ્રીલંકામાં પણ કેટલીક પ્રજાતિના થોર જોવા મળે છે.

આ સમગ્ર આયોજન ગીર ફાઉન્ડેશનનું છે. આશરે ૮૩૬ ચોરસ મિટરની જમીન પર આશરે ૫૦૦થી વધુ પ્રજાતિના થોર જોવા મળે છે. મુલાકાતીઓ કેકટસ ગાર્ડનમાં આ અનોખા અને આકર્ષક છોડ જોઈ શકશે.

Close Menu