બટરફ્લાય ગાર્ડન
બટરફલાય ઉદ્યાનઃ- ટોળેબંધ ઉડાઉડ કરતી અમૂલ્ય જીવસૃષ્ટિ, પંતગિયાને જોવાનું મોહક સ્થળ એટલે નર્મદાને કાંઠે આવેલો બટલફલાય ઉદ્યાન. આ ઉદ્યાનમાં પતંગિયાની ૭૦ થી વધુ પ્રજાતિઓ છે. ૧૦ એકર વિસ્તારમાં ફેલાયેલા આ ઉદ્યાનમાં મધુરસ (ફૂલોનો મીઠો રસ) ધરાવતી વનસ્પતિ અને લાર્વા (ઇયળ) ને પોષતી વનસ્પતિની ૧૫૦ પ્રજાતિઓ છે. પંતગિયાની વિવિધ પ્રજાતિઓને પોષતા આ ઉદ્યાનના ભૂપૃષ્ઠની ખાસ માવજત કરવામાં આવે છે.
બટરફલાય ઉદ્યાનમાં એવું વાતાવરણ નિર્માણ કરવામાં આવ્યું છે જેથી પતંગિયા અહીં આકર્ષાય અને નિવાસ કરે. પતંગિયા ફૂલોના રસ પર નભે છે. તેથી તેઓના આહાર માટે અહીં ફૂલોની સેંકડો વનસ્પતિ ઉગાડવામાં આવી છે. ઇયળ ઇંડા મૂકીને પોષણ મેળવી શકે તેવી વનસ્પતિ પણ અહીં ઉગાડવામાં આવી છે. સુંદર રીતે તૈયાર કરેલો આ ઉદ્યાન પંતગિયાના અદભૂત નજારા માટે અનોખો છે.
બટરફલાય ઉદ્યાનના આકર્ષણઃ–
- ઉદ્યાનમાં વસાવાયેલી પતંગિયાની જુદી જુદી પ્રજાતિઓ.
- વનસ્પતિની વિવિધ પ્રજાતિઓ અંગે વિશેષ જાણકારી.
- મધુ રસ અને ઇયળને પોષક વનસ્પતિની દરેક પ્રજાતિ તથા તેને સંલગ્ન જાણકારી.
- ખાડા-ખાબોચિયામાં ઉગી નીકળતી કેટલીક વનસ્પતિ પ્રજાતિઓ અને ક્ષારયુકત વનસ્પતિઓ.
સુંદર અને આકર્ષક રંગબેરંગી પાંખોવાળા પતંગિયાને ઉડતાં જોવા એ એક લહાવો છે. આ ઉપરાંત ફૂલોના પરાગરજને ફેલાવીને પતંગિયા પર્યાવરણ સંરક્ષણમાં પણ મહત્ત્વનો ભાગ ભજવે છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મુલાકાતીઓ કુદરતની સુંદર અને રંગબેરંગી રચનાને જોઈ શકે, માણી શકે એ માટે ખૂબ જ વિચારપૂર્વક આ બટરફ્લાય ગાર્ડનનું નિર્માણ કરાયું છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટીની સામે જ ડેમની ડાબી બાજુએ આ ગાર્ડન બનાવાયો છે. છ એકરમાં ફેલાયેલા આ વિશાળ ઉદ્યાનમાં ૪૫ જાતિના છોડ અને ૩૮ પ્રજાતિનાં પતંગિયાં જોવા મળે છે. પતંગિયા અને પરાગરજની પ્રક્રિયા દર્શાવતા ઈન્ટરએક્ટિવ મોડલ્સ, સેલ્ફી મોડેલ્સ, પ્રાણીઓ અને મનુષ્યના કદની સરખામણી કરતાં મોડેલ્સ ઉદ્યાનના મુખ્ય આકર્ષણો છે.
બટરફ્લાય ગાર્ડનનું નિર્માણ એ રીતે કરાયું છે કે પતંગિયા આ ઉદ્યાન તરફ આકર્ષાય. આ ઉપરાંત ઉદ્યાન તેમના માટે ઉત્તમ રહેણાંક પુરવાર થાય એવું વાતાવરણ તૈયાર કરાયું છે. પતંગિયા ફૂલોના અમૃત પર જ આધાર રાખે છે એ બાબતને ધ્યાનમાં લઈને અહીં ફૂલોના સેંકડો છોડ રોપાયા છે. આ સિવાય તેઓ ઈંડા મૂકી શકે એ માટે પણ યોગ્ય વાતાવરણ ઊભું કરાયું છે. રંગબેરંગી સુંદર પતંગિયાને નજીકથી નિહાળવા માટે આ બટરફ્લાય ગાર્ડનની મુલાકાત ચોક્કસ લેવી જોઈએ.