Now, it will be mandatory for all visitors visiting the Statue of Unity & other tourist attractions to wear masks and follow COVID Protocols of the Govt. Please note : " No entry without Masks "

આરોગ્ય વન

આરોગ્ય વનઃ માનવે પ્રાગ ઐતિહાસિક સમયથી ઓષધીય વનસ્પતિના મહત્ત્વને સાકાર કર્યુ છે. આધુનિક તેમ જ આયુર્વેદ જેવી પરંપરાગત ઔષધીય પ્રણાલીઓનો આરોગ્ય સારવાર તેમજ માલિશ, કેટલીક ચોકકસ બીમારીના ઇલાજ અને નિવારક સારવાર માટે પ્રાચીન સમયથી ઉપયોગ થતો રહ્યો છે.

આ ઔષધીય વનસ્પતિના મહત્ત્વને ધ્યાને રાખી સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આરોગ્ય વન (ઔષધીય ઉદ્યાન) તૈયાર કરવામાં આવ્યુ છે. જે, ૧૭ એકર વિસ્તારમાં ફેલાયેલુ છે. આરોગ્ય વનમાં વ્યાપક પ્રમાણમાં ઔષધીય વનસ્પતિ અને આરોગ્ય લક્ષી લેન્ડસ્કેપ પ્રદર્શિત કરવામાં આવ્યા છે. એકતા નગર ખાતે આ આકર્ષણનો ઉદેૃશ માનવ અસ્તિત્વની સુખાકારીમાં વનસ્પતિની ભૂમિકાના મહત્વવિષે જાગૃતિ ઊભી કરવાનો છે. વ્યકિતની સ્વાસ્થ્યસુખાકારી માટે જરુરી એવા યોગ, આયુર્વેદ અને ધ્યાનનને  ખાસ   મહત્વ આપ્યુ છે.

આરોગ્ય વનના પ્રવેશદ્રારે સૂર્ય નમસ્કારના માનવકદના ૧૨ પોસ્ટર મુકવામાં આવ્યા છે. તંદુરસ્ત જીવન માટે દૈનિક જીવનમાં આચરણમાં મુકવાની આ કસરતો યોગનું મહત્ત્વસમજાવે છે. રોજબરોજના જીવનમાં ઔષધીય વનસ્પતિના મહત્ત્વઅને તેની વિરાસતથી મુલાકાતીઓ પરિચિત થાય તે માટે ડીઝીટલ ઇન્ફોર્મેશન સેન્ટર પણ ઊભુ કરાયું છે

આરોગ્ય વન ખાતે અનોખુ આકર્ષણ તો છે ’’ઔષધ માનવ’’. આ આરામની મુદ્રામાં ત્રિપરિપાણમાં મહાકાય માનવ આકૃતિ છે. આ આકૃતિમાં દરેક માનવ અંગ લાભકારી ઔષધીય વનસ્પતિ સાથે દર્શાવવામાં આવ્યા છે. એટલે માનવ શરીરના ખાસ ભાગ પર સંબંધિત ઉપચારાત્મક વનસ્પતિઓ એ રીતે ઉગાડવામાં આવી છે જેથી મુલાકાતીને ખાસ માનવ અંગને ઉપયોગી ઔષધીય વનસ્પતિની જાણકારી મળી રહે.

આરોગ્ય વનમાં પાંચ ઉદ્યાન છે- રંગોનું ઉદ્યાન, અરોમા ઉદ્યાન, યોગ ઉદ્યાન, એલ્બા ગાર્ડન અને લેટીઆ ઉદ્યાન.

આંતરિક લેન્ડસ્કેપના મહત્વ વિષે જાગૃતિ ફેલાવવા ઇન્ડોર વનસ્પતિ વિભાગ પણ ઊભો કરવામાં આવ્યો છે. આંતરિક લેન્ડસ્કેપીંગ શાંત અને મોહક વાતાવરણ ઊભુ કરવામાં મોટી ભૂમિકા ભજવે છે. આવા વાતાવરણમાં વ્યકિત આરામથી ટહેલવા પ્રેરાય છે. આ ઉદ્યાનમાં થોડોક વિસ્તાર આચ્છાદિત કરવામાં આવ્યો છે.

પરંપરાગત સારવાર પ્રણાલીને તેના મુળભૂત સ્વરૂપમાં સમજવા અને તેને આબેહુબ આરોગ્ય વન ઊભું કરવા ગુજરાત વન વિભાગે કેરલના સાંધીગીરી આશ્રમનો સહકાર મેળવ્યો છે. સાંધીગીરી આશ્રમ ૬૦ કરતાં વધુ વર્ષથી આયુર્વેદ, સિદ્ધા અને યોગની પ્રાચીન સારવાર પ્રણાલી સાથે જોડાયેલું છે. આ ઉદ્યાનથી ભારત અને વિદેશના મુલાકાતીઓને આયુર્વેદ, સિદ્ધા પંચકર્મ, યોગ, મર્મ અને નેચરોપથિ આધારિત સર્વાંગી આરોગ્ય સંભાળ અંગેની જાણકારી પૂરી પાડી શકે છે. તો આવો, આરોગ્ય વન સાંથીગીરી સુખાકારી કેન્દ્ર ખાતે, નર્મદા કોતરોમાં આ આહલાદક વાતાવરણમાં સાચા પારંપરિક ઉપચારોનો અનુભવ માણો.

આરોગ્ય વન – સાંથીગીરી સુખાકારી કેન્દ્ર કે આરોગ્ય કુટિરમાં ધરા, સ્નેહપાનમ, સિરોવસ્તી, પિઝહીચીલ, ઉદાવર્થનમ, મર્મચિકિત્સા, નસ્યમ, કર્ણપુરાણમ, થારપાનમ, નજાવરરાકીઝ, હર્બલ સ્ટીમ બાથ, રસાયણચિકિત્સા, સ્પાઇનલ બાથ અને ઉપચારાત્મક માલિશ જેવા કેરલના લોકપ્રિય ઉપચારો પૂરા પાડવામાં આવ્યા છે. ઔષધીય ઉદ્યાન આરોગ્ય વનમાં વાગતું સંગીત મુલાકાતીઓને ઉષ્ણકટિબંધના જંગલોના વાતાવરણની અનુભૂતિ કરાવે છે.

પ્રાગૈતિહાસિક કાળથી મનુષ્ય ઔષધી વન્સ્પતિઓનું મહત્વ સમજે છે.

પ્રાચીન કાળથી જ પારંપારિક ચિકિત્સા પદ્ધતિ જેવી કે આયુર્વેદ કે પછી આધુનિક તબીબી પદ્ધતિમાં આરોગ્યના જતન માટે, સારવાર માટે કે પછી થેરેપીઝ જેમ કે મસાજ વગેરે માટે જડીબુટ્ટીઓનો ઉપયોગ કરાય છે.

આ ઔષધી વન્સ્પતિના મહત્વને સમજવા માટે સ્ટેચ્યુ ઓફ યુનિટીની સાઈટની નજીકમાં જ ૧૫ એકરની જમીન પર આરોગ્ય વન ઊભું કરાયું છે. આ વનમાં મોટા પ્રમાણમાં ઔષધી વન્સ્પતિ અને આરોગ્ય સંબંધિત વિવિધ લેન્ડસ્કેપ્સ રજૂ કરાયા છે. આ ઉદ્યાનનો મુખ્ય હેતુ મનુષ્યના આરોગ્યમાં આ ઔષધી વન્સ્પતિના મહત્વ અંગે જાગૃતિ લાવવાનો છે. આ ઉપરાંત યોગ પર પણ ભાર મૂકાયો છે. આયુર્વેદ અને ધ્યાન એ મનુષ્યના જીવનના મહત્વનો ભાગ છે. આ ઉદ્યાનનું મુખ્ય આકર્ષણ તો આરોગ્ય મનુષ (વિવિધ પ્રકારની જડીબુટ્ટી, છોડ અને ઝાંખરાનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલી કૃતિ) રહેશે. આ આરોગ્ય મનુષના દરેક અવયવ માટે જે-તે અવયવ માટે મહત્વની હોય એવી જડીબુટ્ટી, ઔષધી વન્સ્પતિથી બનાવવામાં આવશે.

Close Menu